________________
સમાવેશ થાય છે. શ્રાવકોના પત્રોમાં સૌભાગ્યભાઈ પરના પત્રો ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે.
પૂ. શ્રીના પત્ર લેખનની એક વિશેષતા એ છે કે તેઓ હંમેશાં વિનમ્રભાવે દરેક પ્રત્યે વ્યવહાર કરતા હતા અને અન્ય વ્યક્તિને માનપૂર્વક સંબોધન કરતા હતા. આ. બુદ્ધિસાગર સૂરિના પત્રોમાં પણ શ્રીમની સમાન કક્ષાએ સંબોધન થયેલ છે. દા.ત. : સુન્ન ભાઈ શ્રી અંબાલાલ, જિજ્ઞાસુભાઈ આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ, પરમ ઉપકારી આત્માર્થી સરલતાદિ ગુણ સંપન્ન, શ્રી સોભાગ, શ્રી આયુષ્યમાનભાઈ, શ્રી ડુંગરશી આદિ મુમુક્ષુઓ. જિજ્ઞાસુભાઈ, જીવનમુક્ત સૌભાગ્ય મુનિ - સૌભાગ્યભાઈ, આત્મ સ્વરૂપ હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી શ્રી સુભાગ્ય, શુભોપમા યોગ્ય મહેતા પં. શ્રી ચત્રભુજ વગેરે સંબોધનો વિશેષણાયુક્ત અને અધ્યાત્મ માર્ગના આરાધકોને અનુરૂપ છે. પૂ. શ્રીએ સૌભાગ્યભાઈને સંબોધન વિવિધ રીતે કર્યું છે. એક ઉદાહરણ જોઈએ તો - સ્વસ્તિ શ્રી સાયલા ગામ શુભ સ્થાને સ્થિત ૫૨માર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપના વારંવા૨ સ્મરણરૂપ મુમુક્ષુ પુરૂષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી સુભાગ્ય.
પત્રના સંબોધન પછી આરંભમાં પણ એમની આધ્યાત્મિક વિચારધારાનું દર્શન થાય છે. દા.ત. આરંભમાં માત્ર ૐ, ૐ નમઃ, ૐ સર્વજ્ઞાય નમઃ, વંદામિ પાર્દ પ્રભુ વર્ધમાન, સત્પુરૂષોને નમસ્કાર, નિગ્રન્થ મહાત્માઓને નમસ્કાર, નીરાગી મહાત્માઓને નમસ્કાર, પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર, વગેરે પવિત્ર શબ્દોનો પ્રયોગ કરીને પત્રો લખ્યા છે. તે ઉપરથી એમની મનની શુભ પરિણતિનો ખ્યાલ આવે છે. મુમુક્ષુ જેવું સંબોધન એમના લખાણો અને અન્યત્ર પણ
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
Jain Education International
૩૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org