________________
વસ્તુતઃ અહિંસા ધર્મનું મૂળ છે. જ્યાં અહિંસા છે. ત્યાં ધર્મ 0 છે. અહિંસાની તાત્વિક-વિચારણા કરવી એ જ જૈન ધર્મનું રહસ્ય સમજવાનો પ્રયાસ છે.
(૮) અહિંસાનું મૂળ શું? અથવા “અહિંસા ક્યા સંજોગોમાં ખીલે કે ફૂલફાલે?
અહિંસાની ભૂમિકા અભય છે માટે જ અભય શબ્દનો અરિહંત ભગવંતોના પ્રતીક તરીકે ઉપયોગ થાય છે. ઈતર દેવો આયુધોથી સજ્જ હોય છે તેઓ અભયને સંપૂર્ણ રીતે મેળવી શક્યા નથી.
અભયનું મૂળ શું? અથવા અભય કયા સંજોગોમાં ખીલે કે ફૂલેફાલે?
અભયની ભૂમિકા “બ્રહ્મચર્ય છે. જે બ્રહ્મચારી છે તે અભય દાખવી શકે છે તે જ સત્વશાલી અને વીર્યવાન છે.
બ્રહ્મચર્યનું મુળ શું? અથવા બ્રહ્મચર્ય ક્યા સંજોગોમાં ખીલે કે ફૂલેફાલે?
બ્રહ્મચર્યની ભૂમિકા પ્રાણ છે. પ્રાણ એટલે પાંચસમીર તેના ઉપર જે કાબુ ધરાવે તે જ “બ્રહ્મચારી' રહી શકે છે માટે જ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન ઉપર કાબુ ધરાવવો – એ અહિંસા' નું મૂળ છે. સંદર્ભઃ અધ્યાત્મ પત્ર સાર
સંપાદક : ચંદ્રકાંત અમૃતલાલ દોશી – જૈન સાહિત્ય વિકાસ મંડળ, - વિલેપાર્લે, મુંબઈ. ઈ.સ. ૧૯૮૪
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org