________________
'તે કરવામાં આવે તો કર્મક્ષય ઉપરાંત આનુષગિક રીતે શારીરિક કે માનસિક આદિ લાભો પણ થાય છે કેવળ શારીરિક કે માનસિક | દૃષ્ટિએ કરવાથી આધ્યાત્મિક લાભ મળતો નથી અને ભૌતિક લાભ સંદિગ્ધ રહે છે.
“અગીતામાં વાત, પિત અને કફનો પ્રકોપ અનુક્રમે જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે દૂર કરાય છે એ વાત માર્મિક છે.
બનારસીદાસની નવરસ સંબંધી વાત પણ સુંદર છે. શૃંગારાદિ તે જ રસો જ્યારે મટીને બને ત્યારે “શાંતરસ' માં પરિણમી જાય છે. વ્યક્તિગત સુખદુઃખ જ્યારે હર્ષશોકમાં પરિણમે છે. ત્યારે સમષ્ટિગત તે સુખદુઃખનો વિચાર ઉત્સાહ અને કરુણ રસમાં પલટાઈ જાય છે.
બોધિ' અંગે “અનાહત' અને અવ્યક્ત બન્નેમાં તેનો પ્રયોગ પણ થઈ શકે એ ખુલાસો જાણી આનંદ થયો.
‘ભાવ' અથવા ભક્તિ-સાધનાની ચરમ - પરિણતિમાં એક બાજુ “રસ'ની અભિવ્યક્તિ થાય છે અને બીજી બાજુ “મહાભાવ' નો વિકાસ “રસના વિશુદ્ધ અને પૂર્ણત્તમ સ્વરૂપની પ્રાપ્તિ અથવા ઉપલબ્ધિ મહાભાર્વમાંના વિકાસ વિના થઈ શકતી નથી. શાંતરસની માધુર્યમાં પરિણતિ થયા વિના અથવા સ્વભાવ-સિદ્ધ “મધુર-ભાવ વિના” “મહાભાવ” નો માર્ગ પ્રાપ્ત થતો નથી.
રસ-શાંતરસ મહાભાવ-સમાધિ. “મહાભાવ અને રસની વિશુદ્ધિ બન્નેના અનુભવમાં ફરકશો?'
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
કરી
T૩૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org