________________
અર્થ : પ્રણિધાન સહિતનું કર્મ (શાસ્ત્રોમાં) તીવ્ર વિપાકવાળું માનવામાં આવ્યું છે. કારણ કે તે નિયમા (અવશ્ય) સાનુબંધ (અનુબંધ સહિત) હોવાથી અને તેમાં શુભનો અંશ હોવાથી એ જ (એ કર્મ) તે (પરમાત્મારૂપ) જ છે. એમ શ્રી હરિભદ્રસૂરિજી કહે છે. પંચાંગી સહિત આગમને સહનાર શુદ્ધ સમ્યક્ દૃષ્ટિ છે. પંચાંગીમાં છેલ્લું અંગ ટીકા અને શ્રી હરિભદ્રસૂરિજી મુખ્ય ટીકાકા૨ છે. ૪. આઈન્સ
આર્હત્ત્વ એક ત્રિભુવનવ્યાપી શક્તિ વિશેષ છે. અને તેને આધિન વિશ્વચક્ર ચાલી રહ્યું છે. પ્રાણી માત્રની આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું કાર્ય આર્હત્ત્વ પ્રદર્શિત ધર્મચક્રના આધારે અનાદિ અનંતકાળ પર્યત સતત ચાલી રહ્યું છે. તે પક્ષને સ્થાપન કરી હેતુ - દ્રષ્ટાંત સાથે અરિહંત પ્રભુના ગુણગાન સિદ્ધ કરી શકાય છે. બાર ભાવનામાં ધર્મસ્વાખ્યાત નામની ભાવનામાં તે વાતને વિકસાવી છે. ‘ત્રિષષ્ટિ' ના મંગલા ચરણ સભાર્હસ્રતિષ્ઠાનમ્ શ્લોક વડે તેનો જ મહિમા ગાયો છે. વેદોમાં ઓકારની સ્તુતિ છે. આગમોમાં ‘અર્હ’ કારની સ્તુતિ છે. સમગ્ર ઈશ્વ૨વાદ આર્હત્ત્વના મહિમામાં સમાવી શકાય છે અને તે વધારે પ્રમાણભૂત થઈ શકે છે કારણ કે તેમાં ઈશ્વરવાદની સાથે ધર્મવાદ પણ સમન્વિત થઈ જાય છે.
જેનો ઈશ્વ૨ને સ્વીકારતા નથી. આવો જે આક્ષેપ અજાણ વર્ગ તરફથી થઈ રહ્યો છે તેનો સારામાં સારો રદીયો જૈનોના સ્તુતિસ્ત્રોત સાહિત્ય વડે આપી શકાય છે અને તેને આગમ-અનુમાનઅનુભવ પ્રમાણ વડે સાબિત કરી શકાય એમ છે.
Jain Education International
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org