________________
નમસ્કારના પ્રથમ પદની વિચારણામાં આ સઘળાં વિચારો ? આવ્યા તે આપની પાસે રજૂ કરું છું તેમાં કાંઈ ભૂલ હોય તો કૃપા કરીને સુચવશોજી.
ઉપાધ્યાયજી કહે છે કે – જિનવરોની ભક્તિ એ જ આગમનો સાર છે. તે ભક્તિની ચરમ-પરિણતિ તે જ “આલાદ” દેવતા છે. તે જો બરાબર હોય તો આ વિષયની સમજૂતિ થઈ ગણાય.
સર્વે સંકલ્પ-વિકલ્પો તજવાથી પરમાત્માપદની ભાવના થાય છે. આ દશ્ય જગતનું વિસ્મરણ થયા વિના સંકલ્પ-વિકલ્પ ટલે નહિ તે અર્થે ભક્તિભાર્ગ' એ ટૂંકો રસ્તો છે. ભક્તિથી વિકલ્પો વિક્ષેપો અમે છે અને કહ્યું છે કે ભાગવતી-ભક્તિ પરમ આનંદ અને સંપદાનું બીજ છે. સત્પરૂષમાં જ પરમેશ્વર બુદ્ધિ - એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. અને એ બુદ્ધિ પરમદેન્ય સૂચવે છે. જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ-યોગ્યતાની પ્રાપ્તિ થાય છે.
ભક્તિની શરૂઆતમાં ‘દાસોડહં' હું સપુરૂષ પરમાત્માનો દાસ છું. એ ભાવના રહે છે પછી સોડહં ભાવ આપે છે.
શ્રી નમસ્કાર - મહામંત્રની સાધના માટે ઉપધાનતપની ક્રિયામાં જાતિ વગેરે મદ રહિત પ્રથમ થવાનો આદેશ છે. તે ભક્તિમાર્ગમાં દાસત્વ દાખવી પરમ-દન્ય ગ્રહણ કરવાનું સુચવે છે. તે ક્રિયા જ્યારે વિસ્મય-પુલક-પ્રમોદની યોગભુમિકાઓથી પુનિત અને વિશુદ્ધ કરાય છે ત્યારે આત્મસ્થિરતા કે સ્થિતપ્રજ્ઞ દશાવાળો સોડહં ભાવ પ્રગટ છે.
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org