________________
- શ્રી યશોવિજયજીની ગંભીરતા ભાવિનો તાગ મેળવવાની દીર્ધદષ્ટિ તેમજ કોઈપણ ચીજનો નિર્ણય લેવા માટે જરૂરી કોઠાસૂઝ હોવાથી તે પોતે ગુરૂસ્થાને હોવા છતાં શિષ્યની સાથે વાતચીત કર્યા પછી જ નિર્ણય લેવામાં આવતો હતો. આવા આચાર પાછળ પૂર્વજન્મની લેણાદેણી અને શિષ્યના વ્યક્તિત્વની વિશેષતા કારણભૂત હતી.
આ પત્ર પરિમલમાં બધા જ મૂળ પત્રો પત્રલેખકના હસ્તાક્ષરથી પ્રગટ કરવામાં આવ્યા છે. વચ્ચેના પ્રાસંગિક વિચારો વ્યક્ત થાય છે. અહીં ગુરૂ-શિષ્યનો સંબંધ અંગત હતો તેને જાહેર કરીને વ્યક્તિત્વનો પરિચય કરાવવામાં આવ્યો છે. અંતે એમ કહીએ તો ખોટું નથી કે ગુરૂ ગુડ હિ રહે, ચેલા શક્કર હો ગયા.
યશોધર્મ પત્ર પરિમલના પાંચમાં વિભાગમાં પૂ. ગુરૂદેવશ્રી ધર્મસૂરીશ્વરજીએ પોતાના પ્રધાન શિષ્ય યશોવિજયજીને લખેલા ૩૫ પત્રોનો સંચય થયો છે તેમાં સૌ પ્રથમ પત્ર અંગેની નોંધ અને મૂળ પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. જેથી આ અંગત પત્રો ગુરૂ-શિષ્ય સંબંધ દ્વારા સંયમ જીવનના એકબીજાના સંબંધો અને આરાધનાને સમજવામાં ઉપયોગી નીવડે છે.
પત્ર સાહિત્યની એક નમૂનેદારકૃતિ તરીકે કહીએ તો યશોધર્મ પત્ર પરિમલ એ પૂ. આ. શ્રી યશોદેવસૂરિના જીવન ચરિત્ર લેખન માટેની સચ્ચાઈ ભરેલી અને આધારભૂત સામગ્રી પૂરી પાડે છે એટલે ચરિત્રલેખકને અતિશયોક્તિ દોષથી બચવા માટે મહત્ત્વની કડી બને છે. જૈન પત્ર સાહિત્યના ઈતિહાસમાં એક અનોખી શૈલીની કૃતિ અને જીવન ચરિત્ર માટે માહિતી આપવી એમ બે પ્રકારની સિદ્ધિ તેમાં રહેલી છે. આ પ્રકારની અન્ય રચના જો કે નોંધ કે
PME
શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
ઝડરીન
૨૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org