________________
(પત્ર ૧)
બ્યાસી (ગામ) શિવપુરીથી ૧૬-૧૭ કિલોમીટર થાય. ગંગા મૈયાના કિનારે પહાડોના નજીકના રસ્તા ઉપર ચાલવાનું ઘણું કઠિન છે. એક બાજુ ઊંચા ઊંચા પહાડ અને બીજી બાજુ ખીણ આ અનુભવ કાશ્મીરના કારગીલ જેવો હતો. અહીં બરફ નથી પણ પહાડ તરફની દિશામાં સતત સાવચેતીથી ચાલવું પડે. વારંવાર જુદી જુદી જાતના બોર્ડો લખેલા જોવા મળે છે.
નજર હટી દુર્ઘટના ઘટી
નજર જરાક ખસી તો અકસ્માત થયો.
Speeding driver, your family awaits you
In the service of nation drive slowly.
कृपया शराब पीकर वाहन न चलाये ।
(પત્ર - ૨)
એક સ્થળે એક બાવાજી સડકના કિનારા ઉપર જ તાવથી કણસતા કણસતા સૂતા હતા. એમને તાવની દવા આપીને મોટ૨માં બેસાડીને ઋષિકેશ તરફ રવાના કર્યાં. અનેક સ્થળે બીજા લોકો આપણને ડગલે પગલે ઉપયોગમાં આવતા હોય છે. આપણે પણ બીજાને ઉપયોગી થઈ એવી પ્રવૃત્તિ ક૨વી જોઈએ. ભલે શ્રાવકો કરે પણ આ દૃષ્ટિતો આપણા તથા શ્રાવકોના જીવનમાં હોવી જ જોઈએ. માટે જપરસ્પરોપગ્રદો નીવાનામ્। આ વાત તત્ત્વાર્થ સૂત્રમાં ભગવાન ઉમાસ્વાતિજીએ ખાસ જણાવી છે.
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
Jain Education International
૨૯૦
For Private & Personal Use Only
www.jainelibrary.org