________________
જ ધર્મ છે અને ભગવાન મહાવીરની પૂર્વે પણ બીજા અનેક તીર્થકરો 0 થઈ ગયા છે.
શ્રીમદ્ ભાગવતમાં તો ભગવાન ઋષભદેવને આઠમાં અવતાર તરીકે સ્વીકારને તેમના જીવનનું જે શબ્દચિત્ર આલેખવામાં આવ્યું છે. તે જૈન વિચારધારાની પ્રાચીનતાનું પ્રબળ પોષક છે. એ વાત કોઈપણ તટસ્થ જિજ્ઞાસુને સમજાયા વિના નહિ રહે.
સાતમો દિવસ પર્યુષણ પર્વનો આજે સાતમો દિવસ છે.
કલ્પસૂત્રમાંથી વંચાતું ચોવીસમા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર પ્રભુનું જીવનચરિત્ર ગઈ કાલે સાંજે પૂર્ણ થયું.
આજે સવારના વ્યાખ્યાનમાં હવે ભગવાન મહાવીર પૂર્વે થઈ ગયેલા તેવીસમા તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુનું, બાવીશમા તીર્થકર અને શ્રી કૃષ્ણ વાસુદેવના પિતરાઈ ભાઈ ભગવાન શ્રી નેમિનાથ પ્રભુનું તથા સંસ્કૃતિ પ્રવર્તક પ્રથમ તીર્થકર શ્રી આદિનાથપ્રભુનું- શ્રી ઋષભદેવનું જીવનચરિત્ર કલ્પસૂત્રના આધારે ટૂંકમાં વર્ણવવામાં આવશે અને તે સિવાયના બાકી વીશ તીર્થકરો કયા કાળમાં થયા તેનો ઉલ્લેખ કરીને એ બધાના પવિત્ર નામનું સ્મરણ કરવામાં આવશે.
આજે બપોરના વંચાતા કલ્પસૂત્રના આઠમાં વ્યાખ્યાનમાં ભગવાન મહાવીર પ્રભુની શિષ્ય પરંપરામાં થયેલા મહાન આચાર્યો
શ્રી ગૌતમસ્વામી, શ્રી સુધર્મસ્વામી, શ્રી જંબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી, - શ્રી સ્વયંભવસૂરિજી, શ્રી ભદ્રબાહુ સ્વામી અને કામ વિજેતા શ્રી
-
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર,
૩૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org