________________
સાર’ એ નામથી સંકલિત કરીને પ્રગટ કરવામાં આવ્યા છે. ગુરૂ શિષ્યને તથા શ્રાવક શ્રાવિકાને ઉપદેશ રૂપે પત્રો લખે તે સ્વાભાવિક છે અને તેવા ઘણાં પત્રો પ્રાપ્ત થાય છે પણ જેમાં સંશોધન અને કંઈક વિશિષ્ટ પ્રકારની વિચારસૃષ્ટિ હોય તેવા પત્રો પ્રગટ થયા નથી. પંડિતજીએ ૩૦ વર્ષ સુધી સતત સંશોધન અને અધ્યયન કરતી વખતે પ. પૂ. પં. પ્ર. શ્રી ભદ્રંકરવિજયજી સાથે પત્ર વ્યવહા૨ થયો હતો તે પત્રોને પ્રગટ કરવામાં આવ્યા છે કે જેમાં શ્રુતજ્ઞાન વિષયક શાસ્ત્રીય માહિતીની સાથે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે એટલે આ પત્રો એ જ્ઞાનમાર્ગની ગહનતાનો પરિચય કરાવે છે.
આ પત્રોનો સંચય એ બે શ્રુતભક્તો વચ્ચેના તત્ત્વચિંતનનો સાર છે. પ. પૂ. પં. પ્ર. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય અને પંડિતવર્ય શ્રી અમૃતલાલ કાલિદાસ દોશી આ બે શ્રુતભક્તોની શ્રુતભક્તિથી જૈન સમાજને અધ્યાત્મ વિષયક સારભૂત તાત્ત્વિક વિચારો જાણવા મળે તેમ છે.
પત્રના વિષયોની માહિતી નીચે પ્રમાણે છે. આ પુસ્તકમાં કુલ ૧૭૦ પત્રો છે તેમાં ‘અ’ સંજ્ઞાવાળા પત્રો અમૃતલાલ પંડિત લખેલા છે અને ‘ભ' સંજ્ઞાવાળા ભદ્રંકરવિજયજી ગણિવર્યે લખ્યા છે એમ સમજવાનું છે.
નમસ્કાર મહામંત્ર
૧.
૨. લોગસ્સ સૂત્ર
૩. ઉવસગહરં સ્ત્રોત
૪. સકલાડ ́તુ સ્ત્રોત ૫. લઘુશાંતિ
Jain Education International
અ-૦૯ + ભ-૧૫ = ૨૪
અ-૦૫ + ભ-૦૯ = ૧૪ અ-૧૦ + ભ-૦૭ = ૧૭
અ-૧૧ + ભ-૦૭ = ૧૮ અ-૦૩ + ભ-૦૧ = ૦૪ .
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org