________________
જ તેમાં પણ મૌન છે. પુષ્પોની પરિમલથી મહેંકતું વાતાવરણ. તેમાં પણ મૌન છે. તેઓ ઉપકાર કરે છે છતાં બોલતાં નથી. અરે! આ મહાસાગર જુઓ ! જેમાં અનેક રત્નો છે છતાં સૌના આશ્ચર્ય વચ્ચે મૌન રહે છે અને આ વિરાટ ધરતી કેટલું બધું સહન કરે છે છતાં મૌન રહે છે. વળી આ પર્વત અનેક ઝંઝાવાતોના સામે ઝઝુમે છે છતાં મૌન પણે સ્થિરરહે છે.
પ્રિય મુમુક્ષુ, યાદ રાખજે આ પ્રકૃતિ તરફ દષ્ટિ કર. તે મૌન સાધના માટે સાક્ષાત્ પ્રેરણા આપે છે. અરે! આજે તો રેડિયો, ટેપરેકોર્ડર અને ટીવીથી વાણીનું પ્રદુષણ વધી રહ્યું છે જેને કારણે જીવનમાં અશાંતિની આગ ચંપાઈ રહી છે. જગતનાં શાંતિમય વાતાવરણમાં જેને આત્મશાંતિ જોઈતી હોય તો તેને મોટા શહેરોની ગીર્દી અને કોલાહલવાળા વાતાવરણમાં ક્યાંથી મળે? વિશેષ શું લખવું મોનનો અનુભવ મૌન રહેવા માટે પ્રેરણા આપશે.
પરિવારના બધા સભ્યોને ધર્મલાભ. મુનિ રત્નસેનવિજય. સંદર્ભ : જીવન કી મંગલયાત્રા લેખક : મુનિ રત્નસેન વિજયજી સ્વાધ્યાય સંઘ - મદ્રાસ.
૧૬. અધ્યાત્મ પત્ર સાર પંડિતવર્ય શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીના દેહાવસાન પછી એમને સંચય કરેલા કેટલાક પત્રો ચિંતન અને મનન કરવાલાયક જ હોવાથી અધ્યાત્મ પ્રિય વર્ગને અનન્ય ઉપકારક હોઈ “અધ્યાત્મ પત્ર
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર,
૩૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org