________________
અતિઆવશ્યક છે.
વિશ્વનાં અન્ય પ્રાણીઓને પણ જીભ તો મળી છે પણ તેઓ આ જીભનો ઉપયોગ માત્ર રસના-આસ્વાદ (ખાવું)માં જ કરે છે. મનુષ્યને પ્રાપ્ત થયેલી જીભનાં બે કાર્ય છે. રસાસ્વાદ અને શબ્દોચ્ચારણ. રસાસ્વાદ તો બધાં પ્રાણીઓ કરી શકે છે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. મહત્ત્વની વાત તો શબ્દોચ્ચારણની છે.
પણ અફસોસ એ વાતનો છે કે દુર્લભ મનુષ્ય જન્મ મેળવીને બોલવાની શક્તિનો દુરૂપયોગ કરવામાં વ્યસ્ત રહે છે. વારંવાર બોલવું, જરૂરિયાત કરતાં વધારે બોલવું, કડવાં અને અપ્રિય વચનો બોલવાં, કટાક્ષ યુક્ત ગભિલ કટુવચનો બોલવાં વગેરેથી માણસ પોતાની જીભનો ભયંકર દુરૂપયોગ કરે છે. વાણીમાં મોન હોવું જોઈએ. જ્યારે બોલવાવાળા ઘણાં હોય તો મોન રાખવું જોઈએ. વાણી ચાંદી (સીલ્વર) સમાન છે. મૌન સુવર્ણ (ગોલ્ડ) સમાન છે. મૌનમાં અદ્ભુત શક્તિ છે તેનાથી જીવન શક્તિનો સંચય થાય છે. નિંદ્રાથી શરીરનો થાક દૂર થાય છે અને શારીરિક શક્તિનો સંચય થાય છે. બોલવાથી વાણીની શક્તિનો વ્યય થાય છે. મૌન રહેવાથી શક્તિ વૃદ્ધિ પામે છે. ભોજનનો ત્યાગ એટલે કે ઉપવાસ અત્યંત કઠિન છે, મૌન એ વાણીનો ઉપવાસ છે.
તમને યાદ હશે કે ભગવાન મહાવીર સ્વામીએ ૧૨.૫ વર્ષ સુધી મોન રહીને ઘોર તપશ્ચર્યા-સાધના કરી હતી. મૌન રહેવાથી ચિંતન કરવાનો અવકાશ મળે છે. જે મૌન રહે છે તને ઝઘડો થવાનો સવાલ જ નથી. મૌન રહીને આપણે આપણાં આત્મચક્ષુને ખોલી શકીએ છીએ અને તે ચક્ષુથી આપણા આત્માના ગુણ વૈભવનું પ્રત્યક્ષ
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
Jain Education International
૩૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org