________________
જૈન સાહિત્યમાં આ ચોવીશે તીર્થંકરોનાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલાં જીવનચરિત્રો પ્રાચીન કાળથી ઉપલબ્ધ થાય છે.
અનેક વિશાળ જૈન મંદિરોમાં આ ચોવીશે તીર્થંકરોની પવિત્ર પ્રતિમાઓ પૂજાય છે અને જૈન કુટુંબના નાનાં-નાનાં બાળકોને પણ એ ચોવીશે તીર્થંકરોના પવિત્ર નામ આવડતાં હોય છે. ઈતિહાસના અજવાળે
જૈન પરંપરા તો આ ચોવીશે તીર્થંકરોને સંપૂર્ણ શ્રદ્ધાથી માને છે અને પોતાના ઉપાસ્ય ઈષ્ટદેવ તરીકે ૫રમાત્મા તરીકે પૂજે છે પરંતુ અન્ય પરંપરાઓમાં પણ ભગવાન ઋષભદેવ, ભગવાન નેમનાથ, ભગવાન પાર્શ્વનાથ વગેરેના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
વર્તમાન યુગના પ્રખ્યાત દર્શનવેત્તા અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ પોતાના સુવિખ્યાત મહાગ્રંથ Indian Philosphy (ભારતીય દર્શન)માં જૈન દર્શનનું નિરૂપણ કરતાં ઉપયુક્ત વાતનો ઉલ્લેખ કરીને એ ભાવનું લખ્યું છે કે ભગવાન મહાવીર એ જૈનધર્મના આદ્યસ્થાપક નથી પરંતુ એમની પૂર્વ થઈ ગયેલા તીર્થંકરોની પરંપરામાં તેઓ છેલ્લા તીર્થંકર છે. ઋગ્વેદ, યજુર્વેદ વગેરે ગ્રંથોમાં ઋષભ, અરિષ્ટનેમિ-નેમનાથ વગેરે જૈન તીર્થંકોરના ઉલ્લેખો મળે છે. તે જૈન પરંપરાની ઉપર્યુક્ત માન્યતાને પુષ્ટિ આપે એવા છે.
જર્મન ડૉ. હર્મન જેકોબી અને ક્રિશ્ચિયન પાદરી ડૉ. રોઈસ ડેવિડ વગેરે અનેક વિદેશી વિદ્વાનો અને સંશોધકોએ પણ સ્પષ્ટ શબ્દોમાં એ જાહે૨ કર્યું છે કે જૈનધર્મ એ ભારતનો અત્યંત પ્રાચીન
Jain Education International
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
૩૦૬
For Private & Personal Use Only
www.jainelibrary.org