________________
રોગ અને શોક તો ડગલે ને પગલે આડા આવે છે. મૃત્યુ અને ઘડપણની યાદ પણ મનને ઉદાસ બનાવી દે છે.
આમ ને આમ જીવન પસાર થઈ રહ્યું છે. જન્મ અને મૃત્યુનું ચક્ર પણ ચાલ્યા કરે છે.
એક સભાગ્ય એક જન્મમાંથી બીજા જન્મમાં તથા એક જાતની પરિસ્થિતિમાંથી બીજી જાતની પરિસ્થિતિમાં સરકવાનું... સરકતા જ રહેવાનું... સરકતા જ રહેવાનું અને મૃગજળ જેવા આ સંસારના સુખોની આશામાં સતત દોડતા રહીને, હાથે કરીને વધુને વધુ દુઃખી થવાનું તો જાણે આ સંસારી જીવોના લલાટે લખાયું લાગે છે.
પરંતુ અનેક દુર્ભાગ્યોની વચ્ચે દબાયેલા આ સંસારી જીવોનું એક મહાન સભાગ્ય છે કે યુગે યુગે એમની વચ્ચે કરૂણાના સાગર સમા જગદુદ્ધારક મહાન આત્માઓ તીર્થકરૂપે પ્રગટ થતાં જ રહે છે.
અનેક જન્મોની સાધના દ્વારા પોતાની આત્મશક્તિઓનો અતિ ઉચ્ચ કક્ષાનો વિકાસ પ્રાપ્ત કરનાર એ પરમ પુરૂષો તીર્થકરો વિશ્વને સર્વ દુઃખોમાંથી મુક્ત થવાનો અને શાશ્વત સુખની પ્રાપ્તિનો અનુભવસિદ્ધ માર્ગ દેખાડતા રહે છે અને એ રીતે વિશ્વકલ્યાણનું મહાન કાર્ય ચાલતું જ રહે છે.
અત્યાર સુધીમાં વીતી ગયેલા અનંતકાળચક્રોમાં એવા અનંત તીર્થકરો થઈ ગયા.
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર,
૩૦૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org