________________
જેન કાલગણના વૈદિક પરંપરા મુજબ ૧ સત્યયુગ, ૨ દ્વાપરયુગ, ૩ ત્રેતાયુગ અને ૪ કલિયુગ એમ ચાર વિભાગોમાં વિભાજિત કરીને કાળની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે જેને શાસ્ત્રોમાં એક કાળચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બે વિભાગ બતાવવામાં આવે છે.
ઉત્સર્પિણી કાળ એટલે ચડતો કાળ. એમાં જગતના સંયોગો અને દરેક પદાર્થોના ગુણધર્મો ઉત્તરોત્તર સારા બનતા જાય છે. માટે આ ચડતો કાળ કહેવાય છે. અવસર્પિણી કાળ એટલે પડતો કાળ. એમાં જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ ઉત્તરોત્તર જગતના સંયોગો અને પદાર્થના ગુણધર્મોમાં હાનિ થતી જાય છે માટે એ પડતો કાળ કહેવાય છે.
એક અવસર્પિણી જેટલા કાળમાં કે એક ઉત્સર્પિણી જેટલા કાળમાં અસંખ્ય વર્ષો પસાર થઈ જાય છે અને ભરતક્ષેત્ર, એરવતક્ષેત્ર વગેરે ક્ષેત્રોમાં દરેક અવસર્પિણી કાળમાં અને દરેક ઉત્સર્પિણી કાળમાં પૂર્વે કહી ગયા તેવા (જની અન્યત્ર જોડે જડે નહિં તેવી બાહ્ય અને આંતરિક વિભૂતિને પ્રાપ્ત કરનાર) જગદુદ્ધારક મહાનજ્ઞાની ચોવીસ તીર્થકરો ક્રમશઃ પ્રગટ થાય છે.
ચોવીસ તીર્થકરો અત્યારે આપણે અહીં ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળ પડતો કાળ) ચાલે છે. એમાં પણ પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવથી માંડીને ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી સુધીના આવા ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે.
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
૩૦૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org