________________
માર્ગદર્શન આપ્યું છે. પૂ. અમરેન્દ્રવિજયજીના પત્રો “અમર અધ્યાત્મ મૂર્તિ' અંકમાં પ્રગટ થયા છે. જિજ્ઞાસુઓને યોગ અને અધ્યાત્મ વિશે માર્ગદર્શન મળે તેવા શુભ હેતુથી કેટલાક પત્રોનો સાર પ્રગટ કરવામાં આવ્યો છે. પૂ. શ્રીના કેટલાક પત્રો અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે તેના દ્વારા એમની વિચારશૈલીનો ખ્યાલ આવે તેમ છે.
વલસાડ, તા. ૩-૮-૮૧ શ્રેયાર્થીબેન.
તારું આત્મનિવેદન મળ્યું. આખા જીવનને પત્રમાં કેમ આવરી લઈ શકાય? અને મારી વાત Convincingly હું આટલા ટૂંકા ફલક ઉપર મૂકી શકીશ કે કેમ એ પણ પ્રશ્ન રહે છે. છતાં ટૂંકા ઈશારા કરી દઉં – એનાં આધારે બાકીની પૂર્તિ તું સ્વયં કરી લઈશ તો તારો જીવનપથ તને સ્પષ્ટ દેખાશે એવી આશા સાથે.
ભગવત પ્રેમમાં મગ્ન સાધકને પ્રભુ પોતે જ સાચવતા હોય છે એટલે જાતના યોગક્ષમની ચિંતા પોતાના સાથે સાધકે રાખવાની જરૂર નહિ. ભગવાન ઉપર શ્રદ્ધા અને જગત સાથે આત્મીયતા, પ્રેમ જે અંતરમાં હોય ત્યાં પ્રસન્નતા નિવાસ કરે જ.
“સંસારપ્રભુની માયા છે. ચાર દિવસ પ્રભુની નગરીમાં રહેવાફરવા આવ્યા છીએ, તો બેચેની, કટુતા, કલહ-કલેશમાં શું કામ સમય બગાડવો? પ્રારબ્ધથી જ્યાં જેની સાથે, જેટલો સમય રહેવું પડે, શાંતિ આનંદથી રહીએ.”
આપણને પ્રાપ્ત કૌટુંબિક, સામાજિક, શારીરિક પરિસ્થિતિ માટે
મન
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
કે
૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org