________________
મૃત્યુ એ ત્રણ શબ્દોમાં જ જાણે આખી માનવ જાતનો સમગ્ર પ્રાણી છે જગતનો ઈતિહાસ સમાઈ જાય છે.
પર્વના આ પવિત્ર દિવસોમાં, નિરાંતની પળોમાં એકાંતમાં બેસીને માનવી જ્યારે શાંત ચિત્તે વિચાર કરે છે – પોતાના જીવન વિશે ચિંતન કરે છે ત્યારે એને સમજાય છે કે આજ સુધી આત્માને ભૂલી જઈને આ દેહની આળપંપાળ તો ઘણી કરી અને ઈદ્રિયોને લાડ ઘણાં લડાવ્યાં પણ મનની માંગણીઓ તો હજીયે મોં ફાડીને એવી ને એવી ઊભી જ છે. ઈચ્છાઓનો કોઈ અંત નથી અને તૃષ્ણાઓનો કોઈ પાર નથી. અતૃપ્તિની આગ વધતી જ જાય છે.
ભોગ-વિલાસની ધરતી પર અંતરને તૃપ્તિ થાય એવું સુખનું શીતળ જળ પીવા મળશે એ આશાએ મનનો મૃગલો દોડ્યે જ જાય છે, પણ હજી સુધી એની એ તૃષા છીપાઈ નથી, ઇંદ્રિયોના સુખોમાં તૃપ્તિની આશા મૃગજળ જેવી ઠગારી નીવડી છે.
સંસારનું એકાદ સુખ મેળવવા માનવી મહેનત કરે ત્યાં તો દુઃખની વણઝારથી એ ચારે બાજુ ઘેરાઈ જાય છે.
કણ જેટલું સુખ છે ને મણ જેટલું દુઃખ છે.
સંયોગ અને વિયોગ, હર્ષ અને શોક, રાગ અને દ્વેષનાં દ્વન્દ્રો વચ્ચે માનવીનું જીવન અટવાઈ ગયું છે.
સંસારમાં આધિ, વ્યાધિ ને ઉપાધિનો પાર નથી.
મોજશોખમાં મન હળવું કરવાનો માનવી પ્રયત્ન કરે છે. છે પણ બહારનો એ ઉપરછલ્લો આનંદ ઉડી જતાં વાર લાગતી નથી.
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
વીર
૩૦૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org