________________
લખતો રહું છું.
પર્વાધિરાજનો આજે ચોથો દિવસ છે. આજથી પરમ પવિત્ર એવા શ્રીકલ્પસૂત્રનું વાંચન શરૂ થશે.
હવે પછીના પાંચ દિવસોમાં જેનો ખૂબ ભક્તિભાવ સાથે ગુરૂમુખેથી આ મંગલસૂત્રનું શ્રવણ કરશે.
૧. જૈન આગમ સૂત્રો જૈન ધર્મનાં મૂળ ધર્મગ્રંથોને ‘સૂત્ર” અથવા “આગમ' કહેવામાં આવે છે એ તો તને ખબર હશે જ. પ્રાચીન કાળમાં આ આગમગ્રંથોની સંખ્યા ચોર્યાસી હતી.
જૈનધર્મના આ આગમસૂત્રોમાં મુખ્યત્વે તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનો ઉપદેશ અને તેમના જીવનકાળમાં બનેલા અનેક પ્રસંગો તેમજ તત્વચર્ચાઓ વગેરેનું વર્ણન સચવાયેલું છે. તીર્થકર ભગવાનની પવિત્ર વાણીને તથા અનેય હકીકતોને સૂત્રરૂપે શબ્દમાં ગુંથી લેવાનું આ પુણ્યકાર્ય ભગવાનના મુખ્ય શિષ્યોએ શ્રી ગૌતમસ્વામી, શ્રી સુધર્મસ્વામી આદિ ગણધરોએ તથા વિશિષ્ટ જ્ઞાની એવા અન્ય આચાર્યોએ કર્યું છે.
જૈન સાહિત્યમાં વિવિધ વિષયોને લગતા હજારો ગ્રંથો આજ સુધીમાં રચાયા છે, પરંતુ એ બધામાં આત્મજ્ઞાન અને વિશ્વવિજ્ઞાનના ખજાના સમા આ પિસ્તાલીસ આગમગ્રંથોનું સ્થાન ઉંચું છે. જૈન પરંપરામાં આ આગમગ્રંથોને પૂજનીય અને અત્યંત પ્રમાણભૂત
ગણવામાં આવે છે. કલ્પસૂત્રનો સમાવેશ પણ આ આગમ સાહિત્યમાં પર જ થાય છે.
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
(૨૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org