________________
જાત-જાતના વિધિઅનુષ્ઠાનો આ ઉત્તરાખંડમાં ચાલે છે.
બ્રહ્મ સત્યં નાભિથ્થા ની મોટી મોટી વાતો કરનારાઓ જ જગતના પ્રપંચમાં ગળા સુધી ડૂબેલા હોય છે. હશે કોઈક વિરલા સત્પુરૂષો કે સાધકો કે જે આ પ્રપંચથી દૂર રહીને ખરેખર પરમાત્માની
ઉપાસનામાં લીન હોય.
ખરેખર ધર્મગુરૂઓની આ જવાબદારી છે. જે ધર્મમાં લોકોને જોડવામાં આવે છે. એમાં પોતાનો અહંકાર પોતાના રાગ-દ્વેષો પોતાના સ્વાર્થો કેટલા પોષાય છે. એનું સ્વયમેવ નિરીક્ષણ કરીને જો શુદ્ધિકરણ કરવામાં આવે તો જે જે ધર્મ ધંધાદારીની ચીજ કે ધૂનની ચીજ બની ગયો છે તે સ્વ પર પ્રકાશક દીપક રૂપે થશે અને સ્વ પર ઉભયનું પરમ કલ્યાણ ક૨ના૨ થશે. ભગવાન પાસે આવા ધર્મની જ પ્રાર્થના કરૂં છું.
સંદર્ભ : હિમાલયની પદયાત્રા લેખક : મુનિ જંબૂવિજયજી શ્રી સીમંધર સ્વામી વીશ વિહરમાન જિન ટ્રસ્ટ, કીર્તિધામ (જિ. ભાવનગર) સંવત ૨૦૫૭
૧૩. પર્યુષણ પત્રમાળા...
વલસાડ પાસે શાંતિનિકેતન આશ્રમ અને તીથલના પ્રાકૃતિક નયનરમ્ય વાતાવરણમાં આરાધના કરતી બંધુ ત્રિપુટીમાંના એક મુનિશ્રી કીર્તિચંદ્રવિજયજીએ અર્વાચીન જૈન સાહિત્યમાં વિશિષ્ટ કોટીના લેખોગીતો અને પત્ર સાહિત્યમાં કલમ ચલાવી છે. જૈનપત્ર સાહિત્યમાં
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
Jain Education International
૨૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org