________________
આ ચૌદ પૂર્વના જ્ઞાતા અને દિવ્યજ્ઞાની હોવાથી એમણે રચેલા અનેક આ 1 ગ્રંથોને જૈન સાહિત્યમાં માનભર્યું સ્થાન આપવામાં આવ્યું છે.
લખાયું અને છપાયું પ્રાચીનકાળની પદ્ધતિ મુજબ શરૂઆતમાં આ કલ્પસૂત્ર ગુરૂશિષ્ય પરંપરામાં કંઠસ્થ જ રહ્યું. પરંતુ વિ.સં. ૨૧૦માં વલભીપુરમાં
જ્યારે મહાજ્ઞાની દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની નિશ્રામાં જૈન શ્રમણ સંઘનું મોટું અધિવેશન થયું અને તે વખતે સ્મૃતિમાં સચવાઈ રહેલા બધા જૈન આગમોને લિપિબદ્ધ-ગ્રંથસ્થ કરવામાં આવ્યા તેમાં આ કલ્પસૂત્ર પણ હતું.
અત્યારે આ કલ્પસૂત્રમાં સાધુ-સાધ્વીજીના આચારોનું વર્ણન અને તીર્થકર ભગવાનના જીવનચરિત્રો ઉપરાંત શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની એટલે કે ભગવાન મહાવીર સ્વામી પછીની લગભગ એક હજાર વર્ષ સુધીની શિષ્ય પરંપરાઓનું-વંશાવલીનું આલેખન પણ આપણને જોવા મળે છે.
આમ જૈન સંઘની શ્રદ્ધા-ભક્તિને પુષ્ટ કરે એવી અનેક વાતો આ કલ્પસૂત્રમાં ગુંથાયેલી હોવાથી એના શ્રવણનું આકર્ષણ આજ સુધી જળવાઈ રહ્યું છે.
અમદાવાદ, ખંભાત, પાટણ અને જેસલમેર જેવાં શહેરોમાં સચવાયેલા અતિપ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના ભંડારોમાં કલ્પસૂત્રની સુવર્ણાક્ષરે અને રોપ્યાક્ષરે લખાયેલી તથા અનેક મનોહર ચિત્રોવાળી
જુની હસ્તપ્રતિઓ અને તાડપત્રીય પ્રતિઓ આપણને જોવા મળે છે. છે.
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
(૨૯૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org