________________
અત્યારે અમે બાગેશ્વર શિવશક્તિ આશ્રમમાં બેઠા છીએ. ત્યાંથી તમને પત્ર લખી રહ્યો છું.
તિથિદેવો ભવ આ ભાવના ખાસ સમજવાની છે. આમાંથી આપણે ખૂબ ખૂબ શીખવાનું છે. સ્થાનાંગસૂત્રમાં નવ પ્રકારનાં પુણ્યોમાં ની જે વાત આવે છે તેનું મહત્ત્વ આવા પ્રસંગે જ સમજાય.
અલકનંદાના કિનારે જ્યાં એ સાધના કરવા બેઠા હતા ત્યાં અમે ખૂબ ખૂબ નીચે ઉતરીને ગયા. ઘણો અગવડવાળો રસ્તો. બપોરના બાર વાગેલા હતા સખત ગરમી છતાં એ ખુલ્લા શરીરે બેસીને સાધના કરતા હતા. આ જોઈને
आयाबयंति गिम्हेसु हेमंतेसु उवउडा । આ દશ વૈકાલિકની ગાથા અમને યાદ આવી.
મિથ્યા જ્ઞાન, વિષયો, કષાયો આ સંસારનો પાયો છે. સમ્યજ્ઞાન થયા પછી પણ વિષય-કષાયના જંગલમાંથી છૂટવું ભલભલા સાધકને માટે અતિદુષ્કર હોય છે એટલે માટે સાધકો આવા પર્વતો આદિમાં સાધના કરતા હતા.
ગોવિંદ ઘાટ પાસે હેમકુંડ નામનું સ્થાન છે. બદરીનાથની પહેલાં તથા જોશી મઠ ગયા પછી ગોવિંદઘાટ નામનું સ્થાન આવે છે. આ હેમકુંડમાં શીખોના છેલ્લા ગુરૂ ગોવિંદસિંહે મોટી તપશ્ચર્યા સાધના કરી હતી એટલે આ હેમકુંડની યાત્રાએ શીખોના જથ્થાઓના જથ્થા જાય છે. ત્યાં પણ શિયાળામાં બરફ ઘણો પડવાથી સ્થાન બંધ થઈ જાય છે. વૈશાખ મહિનામાં એ સ્થાન ખુલે છે. આ રસ્તેથી ઘણાં - જ યાત્રાળુઓ પસાર થાય છે.
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
૨૯૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org