________________
કોઈ કોઈ પત્ર વિસ્તારયુક્ત છે.
એક સંક્ષિપ્ત પત્ર પૂ. યશોવિજયજીને આચાર્ય પદવી પ્રાપ્ત થઈ તે અંગેનો છે.
પ. પૂ. ધર્મસૂરીશ્વરજીના પત્રો દ્વારા મુનિ યશોવિજયજીના વ્યક્તિત્ત્વનો અનોખો પરિચય થાય છે. પત્ર દ્વારા પત્રલેખકના આંતર વિશ્વનો તો પરિચય થાય પણ આ પત્રો મુનિ યશોવિજયજીના સંયમ જીવનનો પરિચય કરાવે છે.
પૂ. ગુરૂદેવશ્રીએ મુનિ યશોવિજયજી માટે સગુણ સંપન્ન વિશેષણનો પ્રયોગ કર્યો છે તે યથાર્થ લાગે છે. આ પત્રોમાં તિથિ અને વારનો ઉલ્લેખ મળે છે સંવત કે સ્થળની વિગત જોવા મળતી નથી.
પત્રો વિશેની નોંધ કાળ અને ક્ષેત્રને ધ્યાનમાં રાખીને ભવિષ્યની પેઢીને સમજવા માટે ઉપયોગી થાય તેવા હેતુથી લખવામાં આવી છે.
આ સંગ્રહના પત્રો કરતાં નોંધ વિસ્તૃત છે જે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. પૂ. યશોવિજયજીએ લોકસેવાનાં જે કાર્યો કર્યા હતા તેની વિગતો છે. (પત્ર ૨૪ નોંધ) આ પત્રોનું પુસ્તકરૂપે પ્રકાશન જૈન સાધુ સંસ્થાનું અને એમના સંઘાડાનું ગૌરવ વધાર્યું છે.
ગુરૂ શિષ્યના સંબંધમાં ગુરૂની આજ્ઞા એ જ શિષ્યને માટે અનિવાર્ય છે. આથી આચારસંહિતા સંયમજીવનની હોવા છતાં અપવાદરૂપ ગુરૂ-શિષ્યનાં સંબંધમાં આવા નિયમનું અનુસરણ થયું નથી તે આ પત્રો દ્વારા જાણવા મળે છે.
આ પત્રો શિષ્યની ઈચ્છા એ જ ગુરૂની ઈચ્છા અને સંમતિસૂચક છે. શિષ્યના ગોરવમાં ગુરૂનું ગૌરવ છે એમ દર્શન થાય છે. શિષ્ય 4
- શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ર
૨૮૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org