________________
ક વિગત જાણી.
વડોદરા - પાલીતાણા અને અહીંવાળા એમ ત્રણે ગામના સંઘના ભાઈઓ ભેગા થયેલા છે. તેમાં વઢવાણવાળા ભાઈઓ તમારી પાસે આવવા તૈયાર થયા છે. બીજા ભાઈઓની પણ ભાવના પુનઃ આપની પાસે આવવાની થઈ છે. ત્રણ ગામની વિનંતીમાં વઢવાણવાળાની વિનંતીવધારે જોરદાર દેખાય છે. અહીંના જૈનેતરો તથા પ્રત્યેક જેનો હાલમાં મને અહીં રાખવા માટે ઈન્તજાર છે. એ બાબત શું કરવું તે તમને સોંપું છું. હું અહીં ઘણા વરસે મારી જન્મભૂમિમાં આવ્યો છું. આવ્યા બાદ અહીંના ભાઈઓની જે ભાવના જોઈ રહ્યો છું તે કલ્પનાતીત છે બીજું વિશેષ શું લખું?
મારી તબિયત સારી છે. દ. વિજયધર્મસૂરિની અનુવંદના.
સંવત ૨૦૦૧ની કારતક સુદ પાંચમ તથા સં. ૨૦૦૧ની માગશર વદ દશમે વ્યક્ત કરેલા ઉગારો – યશોવિજયજી માટે. તારી લાયકાત ઓર છે. તારી ગંભીરતા મેં અનુભવી છે એ મેં કોઈ જુદી જ અનુભવી છે. તું મારા સમુદાયનું રત્ન છો. હું તને સારા ગુણવાન છોકરો સમજતો હતો. તારી સમજશક્તિ પ્રત્યે બહુમાન હતું. પરંતુ તારી શરીર સ્થિતિ જોતાં તું મારી આવી કલ્યાણી સેવાભક્તિ બજાવી શકીશ નહતો ધારતો ખરેખર તું અપૂર્વ ભક્તિ કરી રહ્યો છું. પણ મને તારા શરીરની ચિંતા થયા કરે છે. મારી બહુ ચિંતા ન કર. તને કંઈક થશે તો પાછી મને ચિંતા થશે માટે પરિશ્રમ વધુ ન કર.
સ્વ. પૂ. આ. મોહનસૂરીશ્વરજી - * શ્રી રાજસ્થાન જૈન જે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
-
(૨૮૬) ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org