________________
મને ગુરૂકૃપાએ સારું છે. સાધુઓ બધા શાતામાં છે. તમને વંદન લખાવ્યા છે. તમારી તબિયત સાચવજો અને કામકાજ સુખેથી લખજો.
દ. પોતાની વંદના
૨.
સગુણ સંપન્ન ભાઈ શ્રી - તમારા સુખશાંતિના સમાચાર મળ્યા તેથી સંતોષ તમારો પત્ર વાંચ્યો વાંચીને હું ખૂબ જ ભાવવિભોર બની ગયો. તમારી વેધકદષ્ટિ જૈન ધર્મની મહાન પ્રભાવના થાય તે માટેનું ચિંતન ભગવાન મહાવીર પ્રત્યેનો તમારો અનન્ય ભક્તિભાવ જૈનશાસનમાં જૈન ધર્મમાં અને જૈન પ્રજામાં ગૌરવ વધે તે માટેની તમારી ઉત્કટ ભાવના જોઈને આનંદ સાથે ખૂબ ખૂબ અનુમોદના થાય છે. જો આ પ્રસંગ ઉજવાશે તો માત્ર મારૂં જ નહિ, સંઘાડાનું નહિ પણ સમગ્ર જૈન સમાજનું અસાધારણ ગૌરવ વધશે, જૈન ધર્મનો જયજયકાર થાય એવી બાબત છે.
દેશની વિખ્યાત રાજધાનીમાં (દિલ્હી) ભગવાન મહાવીરના ચિત્ર સંપુટનું ઓપનીંગ થાય અને એ માટેની સ્વાગત સમિતિ સંસદના ૧૦૮ સભ્યોની બની રહી છે. એમાં ૬૦-૭૦ સભ્યોની તો સહીઓ પણ થઈ ગઈ છે. તેવા ઉત્સાહજનક સમાચાર વાંચીને અનહદ આનંદ થાય છે. તમારી ઊંડી વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાને ક્યા શબ્દોમાં હું બિરદાવું? તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા સાથે ખૂબ ખૂબ મહાન શાસન પ્રભાવક બનો એ જ અંતરની અભિલાષા.
વિગતવાર સમાચાર ભાઈ ધીરૂભાઈ આવીને મને જણાવવાના જ - શ્રી રાજસ્થાન જૈન . મૂ. સંઘ, સિકન્દરાબાદ કરી
(૨૮૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org