________________
---
-
-
છે આવી અદ્દભૂત શોધથી આવા અમૂલ્ય બોધથી અને આવા જ * આદર પાત્ર અનુરોધથી સહુ દીપમાલા પર્વને સાર્થક કરો.
૨. કાર્તિકી પૂર્ણિમા “વહેતા પાણી નિર્મળા”
આજના મંગલ દિવસે પ્રત્યેક સાધુ સાધ્વીજી મ.સા. ચાતુર્માસ પરિવર્તન કરશે. ચોમાસુ બદલશે, એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જશે. ધર્મ સ્નેહના કારણે ખૂબ જ મમત્વવાળા બનેલા શ્રાવકોને પણ ધર્મલાભ આપી આગળ વધશે. ઘણાંને લાગે છે કે “ગુરૂજી થોડું વધારે રહ્યા હોય તો સારું” ઘણાંને લાગે છે કે બસ આટલો બધો ધર્મસ્નેહ આપી – આટલી માયા કરીને ગુરૂઓ જતા રહેશે! પણ સાધુ જીવન એ નદી જેવું છે, નથી સરોવર જેવું.. નથી તળાવ જેવું.. કે નથી સાગર જેવું. સરોવર અને તળાવમાં ગતિ નથી, વહેણ નથી એટલે તે ગંધાઈ ઉઠે છે. સાગર ભલે ગંધાઈ ન ઉઠતો હોય પણ તે ગતિ નથી કરતો માટે જ ખારો છે. “સાધુ જીવન મીઠું અને ચોખું છે કારણ કે તે નદીની માફકત વહે છે.”
કાર્તિક પૂર્ણિમાના દિવસે એક સાબદા સૈનિકની માફત પોતાની જીવની આવશ્યક ચીજો ઝોળી, પાતરા, દાંડો, પાણીનો ઘડો અને સૂવા પહેરવાના કપડાં આટલાથી સજ્જ થઈને વિહરતા સાધુ-સાધ્વીજીનું દૃશ્ય ભલે વસમી વિદાયથી વિરહ આપનારું બનતું હોય છતાંય તે દશ્ય પાવનકારી છે. એક સ્થળમાં એક જ મકાનમાં એક જ પ્રકારના લોકોમાં એક જ પ્રકારની ઉઠબેસમાં સાધુ જીવન કરમાઈ ગયું હોય છે. જ સાધુ જીવન શોભે છે વિહારથી... નક શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ કડક
(૨૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org