________________
ગતિથી, વહેવાથી, આગળ વધવાથી અને તેથી આ કાર્તિકી છે પૂર્ણિમાનો મોટો મહિમા છે.
કાર્તિક પૂર્ણિમા એ સાધુના સ્થિતિમય જીવનની પૂર્ણાહુતિ છે અને ગતિમય જીવનનો પ્રારંભ છે.
“સ્થિતિ અને ગતિ જ વિશ્વપ્રવર્તનનું ઘમ્મર વલોણું છે.” ચાર માસની સ્થિતિ પર આઠ માસની ગતિ વૈરાગી જીવનના ચક્રને ઉજ્જવળ બનાવે છે.
- સાધુએ સ્થિરતા એટલા માટે કરી હોય છે, ચાતુર્માસ એટલા માટે કર્યું હોય છે કે તેનો વિહાર ચાતુર્માસ દરમ્યાન શક્ય નથી હોતો. ચાતુર્માસમાં વિહાર-અહિંસા ધર્મના પાલનથી યુક્ત નથી હોતો અને તેનો લાભ કોઈ ગામ કોઈ એક નગરના શ્રાવકોને મળી જાય છે. હવે ગતિ શરૂ થતાં સાધુ જીવનનો ઉપકાર વ્યાપક બને છે. સહુ એ સુવાસના સહભાગી બને છે. અનેક ગામો અને નગરો સાધુના શીલ પરિમલથી પવિત્ર બને છે. સાથે સાધુ પણ અજાણ્યા - અપરિચિત - અણઓળખીતા માર્ગ અને નગરોમાં વિહરતા અને પ્રતિકૂળતાઓ અને પરિષહનો આસ્વાદ માને છે. સાધુ આગળ વધતો જ જાય અને ગાડીની માફક નિર્મળ ભાવે પાછળ પાછળના સ્ટેશનો છોડતો જાય છે.
“કાર્તિકી પૂર્ણિમાનો આ સંદેશ છે. સ્થિતિ કરતાં ગતિ બમણી કરજો.” ચાર માસની સ્થિતિ છે તો આઠમાસની ગતિ રાખજો. નહીં તો પવિત્રતા ઝાંખી પડશે, સુંદરતા ચીમળાઈ જશે, સાધુ જીવનની શોભા નિષ્ઠાણ બની જશે.
શ્રી રાજસ્થાન જૈન 8
. સંઘ, સિકન્દરાબાદ
૨૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org