________________
આલય અને વિહાર, સ્થિતિ અનઘે ગતિનો સિદ્ધાંત સ્થૂલ આ રીતે નથી સમજવાનો. જ્યાં તમારું મન ચોંટું, મન ચોંટાડ્યું, જરૂરી લાગ્યું હોય તો તે બધી સ્થિતિ છે. તે બધું આલય છે. ત્યાંથી મનને બે ગણું દૂર કરો તો તે સહજ શાંતિપૂર્વક જીવ શકશો.
સ્થિતિ એ ટેન્શન છે, તણાવ છે. ગતિ એ રીલીફ છે, મુક્તિ છે. આ સ્થિતિ ગતિનો નિયમ જેને સમજાશે તે કદી કોઈ દુરાગ્રહોથી પીડિત નહી થાય. સહુની વાત સાંભળવા, સહુની વાત વિચારવા તેનું મન ગતિ કરતું જ હશે. સૂક્ષ્મતાથી વિચારીએ તો.. “સ્થિતિ એક બંધન છે, ગતિ મુક્તિ છે.” “સ્થિતિ એ રાગનું પરિણામ છે, ગતિ એ વૈરાગ્યનું દ્યોતક છે.”
આ કાર્તિક પૂર્ણિમાનું ચિંતન જીવન સોંસરૂ ઉતારવા જેવું છે. સ્થિતિ ભલે જીવન માટે અનિવાર્ય હોય પણ ગતિ તો આવશ્યક અનિવાર્ય છે તે ભૂલવું નહીં. ન કહેવાય છે કે સાધુ કોઈ ભાવિકને પણ ચાતુર્માસમાં દીક્ષા આપતા નથી. દીક્ષાનું દ્વારા ખુલે છે. કાર્તિક પૂર્ણિમાએ અને તેથી જ ભાવિકોએ તીર્થયાત્રાનું દ્વાર પણ કાર્તિક પૂર્ણિમાએ જ ખોલવાનું નક્કી રાખ્યું છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે શત્રુંજય જેવા ગિરિરાજની યાત્રાનો પ્રારંભ થાય છે. આ શુભ દિવસે જ દ્રાવિડવારિ ખિલ્લ મુનિઓ ગિરિરાજ પર કેવળજ્ઞાન પામ્યા છે. શું ગતિ પ્રારંભનું દ્વાર આટલું ભવ્ય છે કે તે જ દિવસે આટલા બધાનો મોક્ષ! ધન્ય ગિરિરાજ! ધન્ય તેની છાયા! આ છાયાનો લાભ પ્રાપ્ત કરવા જ
આજે જે ગિરિરાજ નહીં પહોંચી શકે તે “કથરોટમાં ગંગા” કરીને - પોતાના ગામ કે નગરની બહાર શત્રુંજય ગિરિરાજનો પટ રાખી
-
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
ર૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org