________________
'પ્રત્યેની શ્રદ્ધાને સ્થિર રાખીને જો શંકા ઉઠાવાય તો એ શંકા પ્રેમને ? ખતમ કરી જ નાખે એવું નહીં પણ વ્યક્તિની નિષ્ઠા પ્રત્યે જ જો જ શંકા ઉઠાવવામાં આવે તો પ્રેમ ખતમ થયા વિના રહે નહીં! તું પૂછીશ, એ કેવી રીતે? તો સાંભળ એનો જવાબ!
તું જમવા બેઠો હોય... પત્નીએ વાટકીમાં દાળ પીરસી હોય અને તું પુછે કે આ દાળમાં મીઠું નાખ્યું તો છે ને?
હા... માત્ર આટલી શંકાથી કે એ શંકાના નિવારણની પૃચ્છાથી પત્ની સાથેના તારા સંબંધોમાં તિરાડ ઊભી થઈ જ જાય એવું નહીં પણ તું પત્નીને એમ પૂછી બેસે કે આ દાળમાં ઝેર તો નથી નાંખ્યું ને? તો શું તું એમ માને છે કે આ શંકા પછી કે આ પૃચ્છા પછી પણ તમારા બન્ને સંબંધો એવા ને એવા જ જળવાઈ રહે? ના. એ સંબંધોમાં કડવાશ અચૂક ઊભી થશે. ઘરમાં સાથે હોવા છતાં મનથી તમે બન્ને લાખો યોજન દૂર હશો! કારણ?
“મીઠાની ની શંકામાં પત્નીની નિષ્ઠા પ્રત્યે શ્રદ્ધા હતી જ્યારે ઝેર' ની પૃચ્છામાં પત્નીની નિષ્ઠા પ્રત્યે શંકા હતી.
કેતન!
કેટલાય પરિવારો શંકાના આ પાપે ખતમ થઈ ગયેલા મેં જોયા છે.. બાપ-દીકરો, સાસુ-વહુ, પતિ-પત્ની, ભાઈ-ભાઈ, જ્યાં પણ આ શંકાનો પ્રવેશ થયો છે ત્યાં એ શંકાએ પવિત્ર પણ સંબંધોમાં એક એવી જાલિમ કડવાશ ઊભી કરી છે કે એ કડવાશ ખુલાસાઓના છીછરા પાણીના ધોધના ધોધ વહાવવા છતાં ધોવાઈ નથી.
- સાવધાન!
-
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
(૨૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org