________________
* ચંડકૌશિક પ્રત્યેના પ્રેમમાંય જરાય કચાશ તો નથી આવી પણ છે ચંડકૌશિકને તારવાની જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધામાંય ઓટ નથી આવી...
ભઈલા!
એ તારક દેવાધિદેવનો વારસ તું અને હું, આપણે સાવ ગળિયા બળદ જેવા થઈ જશું? નિર્માલ્યતાની વાતો કરશું? ના... ના.. ના...! પડકાર સાથે વાત કરશું કે..
પત્ર - ૫ કેતન !
મારો ગત પત્ર તને હજી કદાચ નહીં મળ્યો હોય અને હું તને પાછો પત્ર લખવા બેસી ગયો છું... પ્રેમને ટકાવવાની, વધારવાની તારી શુભનિષ્ઠા જાણીને હું રાજી તો થયો છું પણ એ નિષ્ઠાની આડે આવતા કેટલાક દુષ્ટતત્ત્વોની તને જાણકારી આપી દેવાની ગણતરીથી આ પત્ર લખી રહ્યો છું..
પ્રેમને ટકાવનારું તત્ત્વ જો શ્રદ્ધા છે તો પ્રેમને ખતમ કરનારું તત્ત્વ શંકા છે! જ્યાં સુધી શ્રદ્ધાનું તત્ત્વ તારી પાસે છે ત્યાં સુધી પ્રેમની મૂડી સલામત છે પણ જ્યાં શ્રદ્ધાના સ્થાને શંકા પેઠી કે સમજી લે કે પ્રેમ ઊડ્યો!
તું પૂછીશ, નાનકડી પણ શંકા આટલી બધી ખતરનાક બની
શકે ?
એનો જવાબ છે હા અને ના! “ના” એટલા માટે કે વ્યક્તિ ,
નિ
કે
શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
૨૬૩)
૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org