________________
પ્રેમની દોસ્તી શંકા સાથેની દુશ્મનાવટથી જ ટકે છે! એ આ » ભૂલીશ નહીં....
પત્ર - ૬ કેતન!
ગતપત્રમાં જણાવેલ વિગતથી તને ખૂબ સંતોષ થઈ ગયો એ જાણ્ય... આ પત્રમાં મારે તને આશ્રિતના વડિલ પ્રત્યેના વર્તનની વાત કરવી છે.. વડિલના આશ્રિત પ્રત્યેના પ્રેમમાં જેમ શંકા અને માલિકીપણાનો ભાવ ખતરનાક છે તેમ આશ્રિતના વડિલ પ્રત્યેના પ્રેમમાં પણ શંકા અને ઉદ્ધતાઈપણાનો ભાવ ખતરનાક છે! તું કદાચ પૂછીશ, “આશ્રિતને વડિલ પ્રત્યે શંકા ન હોવી જોઈએ એટલે
શું?
તો સાંભળ,
વડિલના દિલમાં એકાન્ત મારૂં હિત બેઠું છે. એથી જ એમની પ્રત્યેક આજ્ઞાનું પાલન મારા જીવનને ઉર્ધ્વગામી જ બનાવવાનું છે આવી શ્રદ્ધાને બદલે આશ્રિતને વડિલની નિષ્ઠા પ્રત્યે જ જો શંકા હોય તો શક્ય છે કે વડિલની ખૂબ સારી અને સાચી પણ વાત, એના મનને રૂચે નહીં અને વડિલ કદાચ પોતાની વાતના અમલના આગ્રહી બને તો આગળ વધતાં એ ઉદ્ધતાઈ ભરેલો જવાબ આપીને એમનું અપમાન પણ કરી દે!
દોસ્ત!
વડિલના સ્થાને રહીને આશ્રિતને એની ફરજો બજાવવાનું સમજાવવું સહેલું છે પણ આશ્રિતના સ્થાને રહીને વડિલ પ્રત્યેની જ શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
૨૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org