________________
જોજે. નવકારવાળી એ બાહ્યભાવની આગથી અને દુર્ગાનના આ ભડકાથી દાઝેલા બળેલા જીવને શીતલ ઝરમરવૃષ્ટિ સમાન છે. મનને થાય છે કે ક્યારે એમાં પરોવાંઉં!
ખાતી વખતે બોલવામાં (૧) જ્ઞાનાવરણ કર્મ બંધાય. (૨) ચિત્ત એમાં જવાથી ઉડતા જીવ ખોરાક પર ન બેસી જાય એ માટે કાળજી ન રહે. (૩) મન તુચ્છ-અગંભીર બને, વગેરે દોષોનો વિચાર કરી એ છોડવું.
બ્રહ્મચર્ય સતત પાળવું એટલા માટે કે અબ્રહ્મ એ પશુક્રિયા છે, ગાઢ સંસારબંધન છે. એ ટાળવા સાધુસંગમાં ખૂબ ખૂબ રહેવું જરૂરી છે. જાતીય આકર્ષણ એના દર્શન-શ્રવણથી દૂર રહેવાથી મટે, બાકી ઉત્તમચરિત્રો વાંચવા. ભવની દુ:ખદ સ્થિતિ વિચારવી. આત્માનું શુદ્ધ સ્વરૂપ વિચારવું. પશુ જીવન છોડ્યા પછી પશુ ક્રિયા ચાલુ રાખવી શોભે નહિં.
કંદમૂળત્યાગ વગેરેમાં અડગ રહેવા જૈનત્ત્વની ખુમારી જોઈએ. અરિહંત અને એમના વચન મળ્યાનું મહત્ત્વ સમજાવું જોઈએ. એની આગળ કંદમૂળના સ્વાદ અતિસુચ્છ અને શરમજનક લાગશે. આધ્યાત્મિકતા વધારવા ધમધોકાર શુભક્રિયાઓ, વ્રત નિયમ, ને ધાર્મિક વાંચન-શ્રવણ જરૂરી છે.
તારી જિજ્ઞાસાઓ જોતાં ધર્મ પ્રત્યે તારા દિલમાં ભારે તમન્ના ઉછળી રહી જણાય છે. તો પ-૧૫ ટકાના ધર્મથી સંતોષ ન માનતાં સોએ ટકા ધર્મમય જીવન બનાવવાની ધગશ રાખજે. આત્મારૂપી ચપ્પણિયામાં કેટલીય એંઠવાડ જેવી અવિરતિ ભેગી ધર્મરૂપી ખીર : નાંખીને ખાવી, એના કરતાં એને તદ્દન ખાલી ચોખું કરી શુદ્ધ, Sાર શ્રી જૈન . મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ક G
૨૧૩)
૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org