________________
- અંતકાળ કેટલો બધો કરૂણ બને? પછી પરલોક કેવો દારૂણ આવીને ઊભો રહે? શું હું ત્યારે સમજી બુઝીને મારી જાતે જ કરૂણ અંતકાણ અને દારૂણ પરલોકની તેયારી કરૂં? મૂક માથાફોડ, જડનો એ હું વેચાણ નથી, ગુલામ નથી, કે રાતને દી એની જ ચિંતા કર્યા કરૂં. કાયા-માયાને ચાલવું છે કર્મના હુકમ મુજબ. મારી ચિંતા મુજને નહિ, પછી નાટક શા સારૂં? એની પાછળ તૂટીમરૂં? કાયા-માયાની ચિંતા શિરપાવમાં કરૂણ અંતકાળ અને દારૂણ પરલોક આપે તો શા માટે એવી ચિંતા કર્યા કરવાની મૂર્ખાઈ કરૂં?
આ રીતે જો મનને ખૂબ સમજાવ્યા કરો, તો જડનાં બંધનથી જલ્દી છૂટી આત્મચિતામાં સારા લાગી જવાશે. વિશેષ અત્રે શિબિરમાં સારૂં સમજવા મળશે. પીંડવાડા. આ. સુ. ૩, તા. ૮-૧૦-૬૪
૧૧. હવે આશા કોની રાખવાની? હમણાંથી પત્ર નથી, પણ પત્ર કરતાં ય ખાસ કિંમતી તો જાગૃતિ અને ઉદ્યમ છે.
જગત આજે નવકોટિ હિંસાથી વ્યાપ્ત થઈ ગયું છે. ધર્મી ગણાતો માણસ પણ આજે ભૂલો પડી જાય છે અને જેમાં કશી લેવાદેવા નથી એવી ઢગલો બાબતમાં અનુમોદના-વાચિક-કાચિક, માનસિકથી હિંસાના પાપનાં પોટલાં માથે લે છે!
આનું કારણ સ્પષ્ટ છે, જેને પોતાના જરૂરી કાર્યોમાં થતી શકાય જીવોની હિંસાનો હૈયે કાળો કકળાટ નથી, એ બિનસંબંધી આ જગતમાં ચાલતી હિંસાઓની અનુમોદનામાં શું કામ સંકોચાય?
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org