________________
કે પ્રગટ થયા છે. તદુપરાંત પરમાત્માને પ્રાર્થના, આત્મભાવની આ જાગૃતિ, હે સ્વામી, કોને રીઝવું? ભક્તની ભક્તિ, આત્માર્થીની અરિહંત દેવને અરજી જેવા શીર્ષકથી લખાયેલા પત્રોમાં પરમાત્માને વિનમ્ર ભાવે સહૃદયી વિનંતી દ્વારા ચિત્તમાં ઉદ્ભવેલા ભક્તિ ભાવનાના વિચારો પ્રગટ થયા છે. આ પત્રો અને તીર્થકરોની સૂચી જોઈને એમ લાગે છે કે પ્રભુ દર્શન-સ્તુતિને સ્તવનાનો મહિમા અપરંપાર છે કે જે ભક્તિ તો એક જ સહજ સાધ્ય પ્રકાર છે અને આ પત્રોના અધ્યયનથી સહજ રીતે જ આનંદઘનજીના વિમલનાથના સ્તવનની પંક્તિઓનું સ્મરણ થાય છે.
અમીય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોઈ શાંત સુધારસ ઝેલતી રે, નિરખત તૃપ્તિ ન હોય.
વિમલ જીન દીઠાં લોયણ આજ
મારાં સિધ્યાં વાંછિત કાજ... વિમલ. વિશેષ વિગતો તો એમના પત્રોમાંથી જ મેળવીને આસ્વાદ કરી શકાશે. યોગીઓના યોગના અનુભવની મસ્તી જેવો ભક્તિનો અનન્ય અનુભવ શબ્દાતીત હોઈ સ્વયં અનુભવ કરવા જેવો છે આ માટે આ પત્રો એકવાર વાંચવાને ભક્તિમાર્ગમાં પ્રગતિ સાધવા વારંવાર મનન કરવા યોગ્ય છે. અત્રે નમૂનારૂપે કેટલાક પત્રો પ્રગટ કર્યા છે.
૧. આત્મભાવની જાગૃતિ હે પરમાત્મા! તમારા દર્શનથી મારા નેત્ર સફળ થયાં, હૈયું વિકાસ પામ્યું, ચિત્તની પ્રસન્નતા થઈ, ભુલાઈ ગયેલો આત્મભાવ
પર શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
| શ્રી જેન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
વૈ
-
-
-
-
-
૨૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org