________________
૪. પરમાત્માની ઉપાસનાથી પરમ સુખ થાય...
માનવભવમાં ખરી શાંતિ મેળવવી હોય તો પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. સંસારમાં કામનો પ્રેમ ઘટે તો પરમાત્મા પ્રત્યે રાગ થાય. વીતરાગ પ્રત્યેનો રાગ વૈરાગ્ય કહેવાય. ધન, ભોગ, પરિવારનો રાગ જેટલા અંશે ઘટે તેટલા અંશે વૈરાગ્ય આવે.
પરમાત્માના ધ્યાનમાં સ્થિરતા લાવવા માટે વિષયકષાયની પ્રવૃત્તિઓથી મન-વચન-કાયાને ફેરવીને ધર્મની શુભ કરણીમાં લાવવા સતત ઉદ્યમ કરવો જોઈએ. સંસારનાં બધાં કામો અર્થ અને કામની ધમાલવાળાં છે. તેથી આરંભાદિ પાપની વૃદ્ધિ કરે છે. એનાથી દૂર રહેવાય તો જ પરમાત્માની ઉપાસના બરાબર થાય.
પરમાત્માની ઉપાસના ભક્તિ અને આજ્ઞાપાલનથી થાય. મુખ્ય આજ્ઞાપાલન છે. આજ્ઞાપાલનમાં ભક્તિ વગેરે બધા ધર્માનુષ્ઠાન સમાઈ જાય છે. પરમાત્માની આજ્ઞાથી અવળો ચાલીને જીવ ચારગતિ, ચોવીસ દંડક, ચોદ જીવસ્થાન રૂપ સંસારમાં બહુ આથડાયો છે. હવે પરમાત્માની આજ્ઞાને સમજે અને કદી પણ આજ્ઞાથી બહાર ન જવું એ નિર્ણય કરે. આજ્ઞાથી વિરૂદ્ધ કંઈપણ ન થઈ જાય એની ક્ષણે ક્ષણે કાળજી રાખે.
આશ્રવ-બંધનાં બધાં કામોથી બચાય તેમ બચી, સંવરનિર્જરાનાં સર્વ કામો શક્તિ ગોપવ્યા વિના અપ્રમત્તપણે શુદ્ધાશય વિધિરાગ સહિત થાય, તો પરમાત્માની અખંડ ઉપાસના થાય. અખંડ ઉપાસના વડે આત્મા-અંતરામદશામાં આગળ વધી પરમાત્મા
બને, એથી પરમ સુખ પામે. આ ભાવો મનમાં ખૂબ દઢ કરી આજ્ઞાની જ ઉપાસના કરવી એ જ કલ્યાણ માર્ગ છે.
-
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org