________________
એમની હત્યા કરવાના ચંડકૌશિક સર્વે કરેલા પ્રયત્નો અને આ એ પ્રયત્નોની સામે પ્રભુ વિરે આપેલો ગજબનાક પ્રતિભાવ આ બન્નેની તુલના કરજે! ચંડકૌશિકનું વર્તન, એના પ્રત્યે તિરસ્કારનો ભાવ પેદા કરાવે એવું નહોતું જ, એમ તો તું નહીં કહી શકે ને?
ના...
ભલભલાને એના પ્રત્યે માત્ર તિરસ્કાર જ નહીં, એને ખતમ કરી નાંખવાનું મન થઈ જાય એવું દુષ્ટ તો એનું વર્તન હતું અને છતાં એના આવા પણ દુષ્ટ વર્તન સામે પ્રભુવીરનો જે પ્રેમસભર પ્રતિભાવ હતો એ કલ્પનાતીત હતો.
હા...
એ તારકે પોતાના લોકોત્તર જીવન દ્વારા જ આ વાસ્તવિકતાને ચરિતાર્થ કરી બતાવી છે કે પ્રેમ સહિષ્ણુતાની કોઈ જ સીમાને જાણતો નથી..
કેતન!
વિચારી લેજે કે વ્યક્તિના કેટલી હદ સુધીના કનિષ્ટ વર્તનની સામે પણ આપણે એને પ્રેમ જ આપતા રહેવું પડે ?
ના....
વ્યક્તિને છેલ્લી હદ સુધીની દુષ્ટતા આચરતા આપણે અટકાવી શકીએ તેમ નથી પણ એ વ્યક્તિ પ્રત્યે દિલમાં લેશ પણ “ તિરસ્કારનો ભાવ પેદા ન થવા દેવો એ આપણાં હાથની વાત છે.
અંતરથી ઈચ્છું છું કે તું એમાં પૂર્ણતયા સફળતાને વરે!
-
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
(૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org