SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ એમની હત્યા કરવાના ચંડકૌશિક સર્વે કરેલા પ્રયત્નો અને આ એ પ્રયત્નોની સામે પ્રભુ વિરે આપેલો ગજબનાક પ્રતિભાવ આ બન્નેની તુલના કરજે! ચંડકૌશિકનું વર્તન, એના પ્રત્યે તિરસ્કારનો ભાવ પેદા કરાવે એવું નહોતું જ, એમ તો તું નહીં કહી શકે ને? ના... ભલભલાને એના પ્રત્યે માત્ર તિરસ્કાર જ નહીં, એને ખતમ કરી નાંખવાનું મન થઈ જાય એવું દુષ્ટ તો એનું વર્તન હતું અને છતાં એના આવા પણ દુષ્ટ વર્તન સામે પ્રભુવીરનો જે પ્રેમસભર પ્રતિભાવ હતો એ કલ્પનાતીત હતો. હા... એ તારકે પોતાના લોકોત્તર જીવન દ્વારા જ આ વાસ્તવિકતાને ચરિતાર્થ કરી બતાવી છે કે પ્રેમ સહિષ્ણુતાની કોઈ જ સીમાને જાણતો નથી.. કેતન! વિચારી લેજે કે વ્યક્તિના કેટલી હદ સુધીના કનિષ્ટ વર્તનની સામે પણ આપણે એને પ્રેમ જ આપતા રહેવું પડે ? ના.... વ્યક્તિને છેલ્લી હદ સુધીની દુષ્ટતા આચરતા આપણે અટકાવી શકીએ તેમ નથી પણ એ વ્યક્તિ પ્રત્યે દિલમાં લેશ પણ “ તિરસ્કારનો ભાવ પેદા ન થવા દેવો એ આપણાં હાથની વાત છે. અંતરથી ઈચ્છું છું કે તું એમાં પૂર્ણતયા સફળતાને વરે! - શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ (૨૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy