SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર - ૨ કેતન તિરસ્કારના ઝેરની ભયંકરતાની વાતની સાથોસાથ જ પ્રેમના અમૃતની સુંદરતાની વાત આ પત્રમાં મારે તેને જણાવવી છે.. તિરસ્કાર જો એસીડ જેવો છે તો પ્રેમ એ અત્તર જેવો છે. તિરસ્કારનો એસીડ બીજાને નુકશાન કરે કે ન કરે, પણ જાતને તો અચૂક નુકશાન કરે જ! બસ, એ જ રીતે પ્રેમનું અત્તર બીજાના જીવનને મઘમઘતું બનાવે કે ન બનાવે પણ સ્વજીવનને તો પ્રસન્નતાથી હર્યુંભર્યું બનાવીને જ રહે ! તું કદાચ પૂછીશ, “સામી વ્યક્તિને આપણે નિર્ચાજ પ્રેમ આપીએ અને છતાં એના જીવનમાં પ્રસન્નતા ન આવે એ બને ખરું?” તો આનો જવાબ સ્પષ્ટ છે... આપણા તિરસ્કારથી સામી વ્યક્તિનું જીવન બરબાદ થઈ જ જાય એવો જેમ કાયદો નથી તેમ આપણા પ્રેમથી સામી વ્યક્તિનું જીવન આબાદ થઈ જ જાય એવો ય કાયદો નથી... હા... તિરસ્કારથી સ્વજીવન અચૂક બરબાદ થઈ જાય અને પ્રેમસભર દિલથી સ્વજીવન અચૂક આબાદ થઈ જાય એવો કાયદો જરૂર છે... જો એવું ન હોત તો તિરસ્કારભાવને ખતમ કરી નાંખવા જેવો જ છે. અને પ્રેમને આત્મસાત્ કરવા જેવો જ છે એવી કોઈ વાત જ ન રહેત! પણ ના, તિરસ્કારથી સ્વને નુકશાન છે જ અને એ જ રીતે , છેપ્રેમથી સ્વને લાભ છે જ! શું લાભ છે એમ પૂછે છે? ૩ શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ - ૨૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy