________________
તો સાંભળ, પ્રેમસભર દિલ ક્યારેય આવેશનો ભોગ બનતું નથી.. મને જેના પ્રત્યે હકીકતમાં સાચો પ્રેમ છે એના હાથે ગમે તેટલું મોટું નુકશાન થઈ જાય તોય મારા દિલમાં બેઠેલો એના પ્રત્યેનો પ્રેમ મને આવેશમાં આવતો અચૂક અટકાવશે !
દોસ્ત! ભાઈ-ભાઈ વચ્ચે, બાપ-દીકરા વચ્ચે, સાસુ-વહુ વચ્ચે, દેરાણી-જેઠાણી વચ્ચે, શેઠ-નોક૨ વચ્ચે, ગુરૂ-શિષ્ય વચ્ચે, દિવાલ ઊભી કરી દેવાનું કામ આ આવેશ કરી દે છે... અને એ આવેશ સ્થગિત કરી દેવાનું કામ પ્રેમ કરે છે... કલ્પના કરી જોજે, દિલને પ્રેમસભર બનાવી દેવાના આ મહાન લાભનું !
દિલના દરવાજે બેઠેલો પ્રેમનો ચોકીદાર આવેશના પ્રવેશને અટકાવી દે છે અને અટકી જતો આ આવેશ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધોને પ્રતિકૂળતાના વાવંટોળ વચ્ચે પણ અડીખમ ઊભા રાખી દેવાની ગેરંટી આપે છે..
બદલી નાખજે જીવનના રાહને ! વિદાય કરજે તિરસ્કારને ! સત્કા૨જે પ્રેમને ! પછી શું થશે એ અનુભવની વાત છે. શબ્દોમાં ગોઠવવાથી એ પ્રેમને અન્યાય થઈ જશે !
પત્ર - ૩
મહારાજ સાહેબ!
‘પ્રેમ પાતળો પડે છે ત્યારે જ બીજાની ભૂલો જાડી દેખાય છે' ની આપે લખેલી વાત ૫૨ ગંભીરતાથી વિચાર કર્યો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો.. જ્યારે જ્યારે બીજાની ભૂલો મને દેખાઈ છે.. એ ભૂલો પાછળ એ વ્યક્તિને મેં હલકી ચીતરી છે ત્યારે ત્યારે હકીકતમાં
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
Jain Education International
૨૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org