________________
જ મારો એના પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ ગયો હોવાનું અત્યારે મને સ્પષ્ટ દેખાય છે... અત્યાર સુધી હું એમ સમજતો હતો કે વ્યક્તિ ભૂલો કરે છે ત્યારે આપણો એના પ્રત્યેનો આપણો પ્રેમ ઓછો થઈ જાય છે ત્યારે જ આપણને એની ભૂલો દેખાય છે.. અલબત્, મનમાં હજી આ વાત જડબેસલાક બેઠી નથી. આપ કૃપા કરી આ હકીકતને વ્યવસ્થિત સમજાવો..
કેતન!
તારા ઘરમાં લગભગ ૨૦૦૦ રૂા.નું નવું ઝુમ્મર તું હમણાં જ લાવ્યો છે... સાફ સફાઈ કરતાં નોકરના હાથે એ ઝુમ્મર તૂટી જાય છે... ઝુમ્મર તોડવા બદલ તું નોકરને રજા આપી દે છે.. અહીંયા તને કોઈ પૂછે કે આનું આ જ ઝુમ્મર જો તારી પત્નીના હાથે તૂટી કે ગયું હોત તો તું શું એને પિયર મોકલી દેત ? તારા પુત્રના હાથે તૂટી ગયું હોત તો તું શું એને ઘરની બહાર કાઢી મૂકત ?
અરે ! ખુદ તારા જ હાથે તૂટી ગયું હોત તો તું શું તારી જાતને સજા કરત?
ના... તારી પત્નીને... તારા પુત્રને. તારી જાતને...... તું માફ જ કરી દેત ! શું ઝુમ્મર તૂટવાનું નુકશાન તમારા હાથે નથી થયું ? ૨૦૦૦ રૂા.ની ખોટ નથી ગઈ ? ના... નુકશાન થયું જ છે છતાં એ નુકશાન બદલ સજા નથી થઈ... કારણ?
પત્ની પર... પુત્ર પર... જાત ૫૨ .. પ્રેમ છે, જોરદા૨ પ્રેમ છે... જ્યારે પેલા નોકર પર એવો પ્રેમ નથી એટલે ઝુમ્મર તૂટવાની એને સજા થઈ છે...
Jain Education International
શ્રી રાજસ્થાન જૈન શ્વે.
મૂ
૨૬૦
સંઘ, સિકન્દરાબાદ
For Private & Personal Use Only
www.jainelibrary.org