________________
અટકાવી દેશે. (પત્ર ૪૫)
વસ્તુની કિંમત એના સમ્યક્ ઉપયોગમાં છે સંગ્રહમાં નહીં. જ્યારે વસ્તુ પ્રત્યેનો ગાઢ પ્રેમ એનો સમ્યક્ ઉપયોગ જ થવા દેતા નથી. (૫ત્ર ૪૮)
અગ્નિજન્ય ગ૨મીથી જેમ આપણને અગ્નિથી સતત દૂર જ રાખે છે તેમ દ્વેષજન્ય અરૂચિ આપણને દ્વેષના વિષયથી સતત દૂર જ રાખે છે. (પત્ર ૬૨)
તારે સાચવવા હોય તો વસ્તુને અને વ્યક્તિને સાચવજે. પણ જીવન ન્યોછાવ૨ ક૨વું હોય તો પરમાત્મા પાછળ જ કરજે. (પત્ર ૭૦)
પ્રેમની સામે પ્રેમ આપવામાં તો બહુ ભોગ આપવો પડતો નથી પણ દુષ્ટતાની સામે જ પ્રેમ આપવામાં ભારે પરાક્રમ દાખવવું પડે છે. (પત્ર ૩)
આ પત્રોના સુવિચારોનું સાચા મનથી સેવન કરવામાં આવે તો જીવનબાગમાં પ્રેમ પુષ્પની પરિમલની ટેંક સફળતાનું સોપાન બને અને આવા પ્રેમીજનો આત્મપ્રેમ દ્વારા મોક્ષ મેળવી શકે.
ગદ્યકાવ્યના નમૂનારૂપ શૈલી વિશેષવાળી પ્રેમસભર પત્રમાળા પ્રેમપૂર્વક વાંચવા ભલામણ છે જેથી જીવનમાં ખતરનાક વહેમો રહ્યા છે તે નિર્મૂળ થાય. અત્રે ઉદાહરણ રૂપે કેટલાક પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે.
Jain Education International
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
૨૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org