________________
પત્ર – ૧
કેતન તારો પત્ર મળ્યો...
તું લખે છે કે આપની એ વાત બિલકુલ સાચી લાગી કે કોઈપણ વ્યક્તિ પ્રત્યેનો તિરસ્કાર એ મશીનમાં પડેલા રેતીના કણ જેવો છે. નાનકડો પણ એ રેતીનો કણ જેમ મશીનને બગાડી નાખવા માટે પર્યાપ્ત છે તેમ એક વ્યક્તિ પ્રત્યેનો પણ તિરસ્કાર જીવનની તંદુરસ્ત ગણાતી પળોને પણ રફેદફે કરી નાખવા માટે પર્યાપ્ત છે...'
પણ મારે એ પૂછવું છે કે એ વ્યક્તિ પ્રત્યે સહજ જ તિરસ્કાર ઊભો થઈ જાય એવું એનું વિચિત્ર વર્તન હોય તોય આપણે એને પ્રેમ જ આપવો? એના પ્રત્યે તિરસ્કાર ન જ કેળવવો? ટૂંકમાં, તિરસ્કારનું સ્પષ્ટ નુકશાન અનુભવવા છતાંય એ તિરસ્કારવૃત્તિમાં કોઈ ફેરફાર થતો નથી.. શું કરવું?
દોસ્ત! સૌથી પહેલા તું એક વાત ખાસ સમજી લે કે પ્રેમ સહિષ્ણુતાની કોઈ જ સીમાને જાણતો નથી. વાસના સીમિત છે, નદી જેવી! પ્રેમ અસીમ છે, સાગર જેવો! કદાચ તું કહીશ કે પ્રેમની આ વ્યાખ્યા કાગળ પર લખવી સહેલી છે અથવા તો બીજાને વાતોમાં સમજાવવી સહેલી છે પણ વાસ્તવિક જીવનમાં એને અમલી બનાવવી સર્વથા અશક્ય છે. અશક્ય નહીં તોય દુ શક્ય તો જરૂર છે જ!
હા... તારી આ વાત સાથે મહદંશે હું સંમત થાઉં છું... અલબતું, આ વાતનો અમલ દુ:શક્ય જરૂર છે પણ સર્વથા અશક્ય તો નથી જ નથી..
નજર સામે લાવજે પ્રભુ વીરને!
-
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
જ
(૨૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org