________________
આપ મારી દયા નહિ કરો તો મારા બૂરા હાલ થશે, ભવમાં . ભટકી મરીશ, ફરી ફરી હાથ જોડી પગમાં પડીને વિનંતી કરું છું કે મને સંસારથી તારો, તારો, તારો - તમારો જ આશરો છે, તમે જ શરણભૂત છો - વધારે શું કહ્યું?
સંદર્ભ : પરમાત્માને વિનંતી પત્રો ભા. ૧-૨-૩ લેખકઃ આ. માનતુંગસૂરિજી સંકલન : અરવિંદ મણિયાર પારેખ, મુંબઈ.
૯. પ્રેમસભર પત્રમાળા અર્વાચીન જૈન સાહિત્યના પ્રતિભાશાળી અને ખ્યાતનામ સર્જકોની સૂચીમાં પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજીનું નામ પ્રથમ કોટીનું છે. ૧૪૭ જેટલાં પુસ્તકોનું સર્જન કરીને નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ ધર્મ અને તેના આચાર વિચારનો લાક્ષણિક શૈલીમાં પરિચય કરાવ્યો છે. જીવન ઘડતર અને સન્માર્ગે જવા માટે પ્રેરક વિચારો એમના પુસ્તકોમાંથી પ્રાપ્ત થાય છે. જેન અને જૈનેત્તર વર્ગમાં પૂ. શ્રી એમના પ્રકાશિત ગ્રંથોથી પ્રશંસાપાત્ર બન્યા છે.
એમની વિરાટ સર્જન લીલામાં નવી ભાત પાડતું પુસ્તક પ્રેમસભર પત્રમાળા” એ જૈન સાહિત્યની પત્ર સૃષ્ટિનું અનેરું આકર્ષણ જમાવે તેવું છે. જગતના જીવોને જીવો અને જીવવા દો નો મંત્ર ચરિતાર્થ કરવા માટે પ્રેમ અને મૈત્રીનો શાશ્વત સંદેશો આપ્યો છે. શાંતિપૂર્ણ જીવન જીવવામાં પ્રેમ સિવાય અન્ય પ્રભાવશાળી કોઈ મંત્ર નથી. પૂ. શ્રીએ પોતાની વેધક, છટાદાર, પ્રવાહી અને હૃદયસ્પર્શી શૈલીમાં પ્રેમનું વિશ્લેષણ કરતા પત્રો લખીને પ્રણયની
દુનિયાના રંગઢંગને અંતે આધ્યાત્મિક પ્રેમ વિશેની મૂળભૂત જ વિચારધારાને ન્યાય આપ્યો છે. PMી શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
(૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org