________________
કે આપની સાનિધ્યમાં આવું.
હે પરમકૃપાવંત ભગવંત! મને સંસારમાં રઝળવા દેવો અથવા મોક્ષમાં લઈ જવો એ આપના હાથની વાત છે.
માટે જલદી ભવોદધિથી પાર કરી મોક્ષનગરમાં પહોંચાડી દો! જરાય વિલંબ ન કરતા. શું આપના જેવા આ હીન ઉપર આટલી દયા નહિ કરે? ખૂબ દયા કરો, અને મને મોક્ષમાં શીધ્ર પહોંચાડો. બીજું મારે કશું જોઈતું નથી.
૩. જગતના મસ્તકે શોભતા સિદ્ધ ભગવંતો
ચૌદ રાજલોકરૂપ જગતના મસ્તકરૂપ લોકના અગ્રભાગે અનંતાસિદ્ધ ભગવંતો શોભે છે. આત્માના આનંદમાં સદા રમે છે. આત્મલક્ષ્મીની લીલામાં અનંત આનંદમાં છે. પરમ મંગળકારી શિવધામમાં સદા સુખિયા છે. એમને જરા પણ દુઃખ નથી, કદી દુ:ખ આવવાનું નથી, તે અપુનર્ભય કહેવાય. બ્રહ્મપદને પામેલા છે. મહાનંદ રૂ૫ છે. અમૃતપદ સ્વરૂપ છે. અક્ષય અનંતા સુખના વિશ્રામ છે. અનંતા સુખના ધામ છે. અચલ પદ તથા મહોદય પદને વિરેલા છે. ત્રણે જગતના જીવોના તથા બધા દ્રવ્યોના દ્વવ્યગુણ પર્યાયરૂપ નાટક ક્ષણે ક્ષણે જોઈ રહ્યા છે. બધા જાતિથી એકરૂપ છે અને વ્યક્તિથી જુદા જુદા પોતાના રૂપમાં રહે છે. આઠે કર્મ એમના સર્વથા ચાલ્યાં ગયાં છે. અગુરુલઘુ અવગાહનાવાળા એ સિદ્ધ પ્રભુનું નામ લેતાં, ભવ્ય જીવોના મુખ ખૂબ આનંદથી વિકાસને પામે છે, એવા પરમ પ્રભુને વંદન કરતાં સદા સુખમાં મગ્ન રહીએ એમ શ્રી શુભવિજયજી પંડિતના શિષ્ય પંડિત શ્રીવીર વિજયજી કહે છે. સિદ્ધ / જ પદ પામવા માટે એ ભગવંતને સદા ધ્વાઈએ. નક શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૨૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org