________________
આ ક્ષમતા ધરાવે છે. પૂ.શ્રીની પ્રભુ દર્શનથી થયેલી અનુભૂતિ અભૂતપૂર્વ આનંદ અને ચિત્તમાં ઉદ્ભવેલા વિચારોને ભાવવાહી અને આકર્ષક શૈલીમાં નિરૂપણ થયું છે. એમની સમગ્ર પત્ર સૃષ્ટિમાં પરમાત્મા પ્રત્યેનો અભૂતપૂર્વ સ્નેહ, દર્શનથી પ્રસન્નતા, ઉદ્ધાર કરવાની ભાવના, ભક્તિસાગરમાં શુચિ, નાનનો મહિમા જેવી અવનવી માહિતી પ્રાપ્ત થાય છે. પૂ. શ્રીનો આત્મા દેવાધિદેવની ભક્તિમાં સમર્પિત થઈ ગયો છે એ એમના વ્યક્તિત્વની વિશેષતા દર્શાવે છે જો આવી ભક્તિ હોય અને ભવોભવ એ પ્રાપ્ત થાય તો ભક્તિથી મુક્તિનું સૂત્ર સિદ્ધ થયેલું ગણાય છે. નિર્ચાજ સરળતાવાળી પૂ. શ્રીની ભક્તિનો જીવનમાં એકવાર અનુભવ કરીને ધર્મારાધનામાં જોડાઈ વિશેષ પ્રગતિ કરવા માટે પત્ર સુષ્ટિ માર્ગદર્શક છે. જે તરી શકે તે તારે એ ન્યાયે પરમાત્મા ભવસાગરથી પાર ઉતર્યા છે તેની ભક્તિ ઉપાસના-સાધના જ આત્માને ભવપાર ઉતારે એ વાત નિર્વિવાદ છે. વિશેષ તો એમના પત્રો જ કહેશે.
૧. ભવભીરૂ ભક્તની ભગવંત પાસે માંગણી
ભવ ભયવારક ભક્ત વત્સલ ભગવંત! આ ભવમાં તમારા શાસનની છાયામાં આવ્યો છું. એથી આપના શાસનના અતિ કીમતી રત્નોનો વારસદાર થઈને આવ્યો છું. જગતભરમાં જે માનવ થઈને આવે છે તે કોઈપણ સ્થાનમાં જન્મે તો પોતાનાં માતા-પિતાના ઘરનો, ધનનો અને ધંધાનો વારસો લઈને મોટે ભાગે આવે છે.
દીનબંધુ! હું પણ મારા પુણ્ય પ્રમાણે એ ત્રણ વસ્તુના વારસાને લઈને આવ્યો છું, અને એ વારસાને જાળવવા, ધારવા અને ભોગવટો છે. કરવા માટે સાચા કે ખોટા પ્રયત્નો જીવનભર કરતો આવ્યો છું. આ અનાદિ કાળની વાસના એ પ્રયત્નમાં દોરનારી હોવાથી પાણી જેમ ક્વક શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ = =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org