________________
આ ભવની કે આવતા ભવની કોઈપણ ઈચ્છા વિના પોતાના આત્માને કર્મની નિર્જરા થાય, એવા એક જ આશયથી પરમાત્માના આગમની આજ્ઞાને અનુસરતી રીતે તપ ક૨વો, એ જ પોતાના હિતચિંતકની ફરજ છે. બાહ્યતપ આવે અને આહા૨ની ઈચ્છા વધતી જાય, તો તપનું ફળ મળ્યું ન કહેવાય.
તપ કરવાથી ઔદારિક શરીરમાં તેજસ શરીરના કારણે વધારે, જરૂર પડે, એ બનવા જોગ છે. પણ એ લેતા લેતા જીવને ભય લાગે, રખે લાલસા ન આવી જાય, રખે આત્મા આહારમાં ન ડૂબી જાય; એની કાળજી રાખે, તો તપ આત્મ સ્વભાવ રૂપ તપનું ખરું કારણ બને અને પરંપરાએ સિદ્ધ દશા પમાડે.
પરમાત્માને વિનંતી પત્રો – ભા. ૨
આ વિભાગના પત્રો દેવાધિદેવ તીર્થંકર પરમાત્માને ઉદ્દેશીને લખાયા છે તેમાં પૂ. શ્રીની અપૂર્વ અને અનુપચ પ્રભુ ભક્તિની મસ્તીનો ઉલ્લેખ થયો છે. ભક્તની સર્વસ્વ ન્યોછાવર કરવાની ભાવના સંપૂર્ણ બિનશરતી શરણાગતિની પરમોચ્ચ ભાવનાને પણ તેમાં નિહાળી શકાય છે.
પૂ. શ્રીએ આદીશ્વરદાદા, શંખેશ્વર પાર્શ્વનાથ, બરવાળા મંડન પદ્મપ્રભુ સ્વામી, નિગાળામંડન મુનિ સુવ્રત સ્વામી, લીંબડી મંડન શ્રી નવલખા પાર્શ્વનાથ, ભમોદરામંડન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, અઢારમા શ્રી અરનાથ, શાસનનાયક શ્રી મહાવીર દેવ, સોળમા શ્રી શાંતિનાથ પ્રભુ અને ગઢડા મંડન શ્રી ચિંતામણી પાર્શ્વનાથ વગેરે તીર્થંકરોની મૂર્તિના દર્શન - સ્તુતિ - સ્તવના આદિથી ભક્તિ ભાવના ભક્તના ચિત્તમાં ઉદ્ભવેલા પ્રભુ દર્શનથી વિચારો આ પત્રોમાં
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org