________________
પામીને જીવ હિંસા, માયા, પ્રપંચ આદિ પાર વગરનાં પાપ કરીને જીવન બગાડે છે. દુર્ગતિમાં ઘણું રખડવું પડે એવાં કર્મ બાંધે છે. કોઈક પુણ્યના ઉદયથી આર્યદેશ, ઉત્તમકુળ અને સંસ્કારી ઘરમાં અવતાર મળે છે. એ ધર્મ પાળવાથી ઉત્તમ સામગ્રી મળી કહેવાય. આવી અનુપમ શ્રેષ્ઠ સામગ્રીને પામીને, પ્રમાદ ન કરવો. આ જીવનમાં ધર્મ જ કરવા લાયક છે. બીજું જે કંઈ સંસારનું કામ કરીએ તેમાં નુકશાન જ છે એમ વાતે વાતે વિચારી શ્રી જિનભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, વારંવાર કરો.
શરીરનો મોહ અને આહારની લાલસા તજીને તપ કરવો. આર્ત-રૌદ્ર ધ્યાન ત્યજીને ઉત્તમ ભાવ ધર્મ આદરવો, એથી આત્માનું હિત થાય.
૫. પાપ છોડો ધર્મમાં પ્રયત્ન કરો આ નજીવા જીવનને માટે, અજ્ઞાની જીવો કેટલાં પાપ કરે છે. એ ચારે બાજુ દષ્ટિ ફેરવવાથી સમજણ પડે તેમ છે. પાપનાં ફળ ઘણાં ભયંકર આવશે.પરભવને ન માને તેનું કંઈ ચાલે નહિ.પરભવને ન વિચારે તેમજ આ ભવમાં પણ શાંતિ ન હોય. અનાદિકાળથી ભેગું કરવું અને ભોગવવું એ બે વાતની પંચાતમાં બધા જીવો પડ્યા છે. આથી સમયે કે વગર સમયે, અનેક પાપો કરતા રહે છે.
પાપને પાપ માનતા નથી. પાપના કામને વધારવા એમાં લોક કલ્યાણ માનીને પોતે ભ્રમમાં પડે છે અને દુનિયાને ભ્રમમાં નાંખે છે. પાપથી બચે અને બચાવે તે જ હોંશિયાર, તે જ નિર્ભય, તેને જ શાંતિ મળે છે.
| શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
વલસાડ -
(૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org