________________
પાપને પાપ માનીને સર્વ પાપથી બચાય તો સારું, નહિતર આ જેટલા પાપ કામથી બચાય તેટલા અંશે બચીને આ મોંઘેરા માનવજીવનમાં દાન-શીલ-તપ-ભાવ આદિ ધર્મ કરવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. ધર્મના પ્રયત્નથી આ ભવ સુધરે અને પરભવ ઉચ્ચ બને, પરંપરાએ સંપૂર્ણ સુખ પમાય.
૬. શ્રી સિદ્ધ ભગવંતોને આહારની ઈચ્છાનો અભાવ તે તપ કહેવાય. આત્માના લક્ષણમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્ય અને ઉપયોગ કહેલ છે. આ ગુણો કોઈપણ જીવમાં અંશે કે પૂરા હોવા જોઈએ, નિગોદના જીવોને પણ જે પુદ્ગલો આહાર રૂપે ગ્રહણ કરે છે, એ સિવાયના ઘણા પુદ્ગલ આહારને યોગ્ય હોવા છતાં શક્તિ અને સાધનના અભાવે આહાર લેતા નથી. એ પણ અકામ નિર્જરા કરાવનાર તપ કહેવાય.
સંસારી જીવોને ઈચ્છાએ કે અનિચ્છાએ જે સહન કરવું પડે તે અકામ નિર્જરા કરાવે છે. એ તપનો અંશ કહેવાય..
બાહ્ય અને અત્યંતર છ-છ પ્રકારના તપ એ નિર્જરાના કારણરૂપ તપ કહેવાય છે, એ તપનું કાર્ય નિર્જરા છે અને નિર્જરાનું ફળ મોક્ષપદ છે, એથી એમને કાર્યરૂપ તપ છે, એ આત્માના સહજ સ્વભાવમાં છે.
સંસારી જીવોને બાહ્ય-અત્યંતર તપ એ આત્મ સ્વભાવરૂપ તપનું પરંપરાએ કારણ બને તો વાસ્તવિત તપ કહેવાય... કર્મ - આત્માને બંધનરૂપ છે, કર્મથી છૂટા થવું તે નિર્જરા છે. માટે સંસારની છે
સ્વામી ભગવાનની પેઢી, વલસાડ નગs
- શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ
૨૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org