________________
જ નજર સામે દેખાય છે, મહાભય પેદા કરે છે, ભલભલાને ઉપાડી લે છે છતાં આ ભવના સુખ સાધનની ઈચ્છામાં જરા પણ હ્રાસ થતો નથી. દેહના માટે અનેક ઔષધોપચાર કરૂં છું પરંતુ આત્માના રોગ પળે પળે વધતા જાય છે, એની કાળજી જરાય થતી નથી. સંસારથી બચાવીને મોક્ષમાં લઈ જનારી ધર્મકરણીઓ મને બહુ ગમતી નથી, પાપકરણી તરફ આકર્ષણ ઘણું છે. ધર્મ કંઈક કરાય તો પણ દૃષ્ટિ સંસારના સુખ તરફ જ રહે, આવી મારી દશા છે. ભવસુખની ઉત્કટ વાસનામાં ફસાયેલો રહું છું. મોક્ષ સુખની ઝાંખી પણ થતી નથી. આવી મારી દશા જાણો છો. આરંભ પરિગ્રહ બહુ અકારા લાગતા નથી. નિરારંભ દશા ઉપર અથાગ પ્રેમ થતો નથી. છતાં આપના શાસનના શરણે આવ્યો છું. મારા પાપને પગલે પગલે પાપરૂપે ઓળખું, એનાથી બચવા માટે પ્રબળ પુરૂષાર્થ કરતો રહું. સંસાર અંશે પણ ન જ જોઈએ, મોક્ષ જ જોઈએ એ વિચાર બરાબર દઢ રાખ્યું અને આપના ભાંખેલાં શાસ્ત્રોની સામે દૃષ્ટિ રાખીને શુદ્ધ સાધુજીવન જીવું એવું આપની કૃપાથી થાય એવી મારી અરજી છે.
૪. વીર ભગવંતને વિનંતી વ્હાલા વીર જિનેશ્વર! વિનંતી સ્વીકારો મારા હૈયામાં, વૈરાગ્યબળનો સંચાર કરો – શરીર આદિના રાગથી હું સંસારમાં રઝળતો રહ્યો છું. શરીરને મારું માનીને એને સાચવવા પાર વગરનાં પાપ કર્યા. ઘણા ખેદ કર્યા. ઘણી અરતિ અનુભવી. જ્યાં ત્યાં દેહના કારણે આહારની લાલસામાં લોભાયો. ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક ન રાખ્યો. મળે તે ખાવું, ગમે તે ખાવું, ગમે ત્યારે ખાવું, ગમે તે રીતે ઊભા-બેઠાં કે હરતાંફરતાં ખાવું, આવી અનેક અવળી રીતો આચરી, ચાર ગતિમાં બહુ હેરાન થયો. હવે આપના આધારે જ જીવું છે,
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૨૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org