________________
જ આડકતરી રીતે નિમિત્ત બનતો હશે? ચાલો, બહુ સર, તારા પિતાજીનો આધ્યાત્મિક વારસો તેં ખરેખર અપનાવ્યો. એ બદલ તને ભૂરિ ભૂરિ ધન્યવાદ.
એક વિચાર આવ્યો કે આ હકીકત પૂર્વે જણાવી હોત, તો કેટલાય આવશ્યક અને સારા લાભપ્રદ સુકૃતો તને ચિંધત. અને એ પણ સાચું કે તારી આર્થિક પરિસ્થિતિ જાણ્યા વિના ચિંધવામાં સંકોચ રહ્યો હશે. બાકી તેં જે નિયમબદ્ધ અને વળી, Advance Booking થી ઉદાર ત્યાગ કર્યે રાખ્યો, તે ફરી પણ મારા દિલને અનુમોદનાના સરોવરમાં ઝીલાવી રહ્યું છે. સાથે કોઈ શોખ તને નથી એ પણ અનુમોદનાઈ છે.
તારે પોતાને શિબિરમાં આવવા અંગે પુરૂષાર્થ ચાલુ છે કે કેમ? ધ્યાનમાં છે કે નહીં?
અલબત્ત તમે જડની તો ચિંતા નહિ જ કરતા હો, છતાં મનને એ બાબતમાં વધુ મજબૂત બનાવવા આ વિચારવા જેવું છે કે, શા સારૂં મારે હવે આ જડની જરાય ચિંતા કરવી? જે ચંચળ છે, વિનશ્વર છે, એક ભવનું જ છે, જે મુકીને જ મરવાનું, ચાલ્યા જવાનું છે, એની આટલી બધી ચિંતા-ગડમથલ? આત્માથી જે તદ્દન પર છે. જેને મારા આત્માના હિતની જરાય પડી નથી, કશી લેવા દેવા નથી, એની ને એની ચિંતામાં રાતને દિવસ, જીવનનો સમગ્ર કાળ કાઢવાનો? જીવન જીવતાં જો આનું આજ કર્યા કરીશ, તો પછી આનું અભ્યસ્ત મન જીવનના પાછલા ભાગમાં અને અંતકાળે બીજું
ક્યાંથી વિચાર શકવાનું હતું? જીવનભર મનથી જે ઘુટ ઘુંટ કર્યું એ આ જ અંતકાળે આવડવાનું. ત્યારે એવો કાયા-માયાની ચિંતા વિચારોનો
-
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org