________________
ભાન નથી કે એ બિચારા નિરપરાધી શાથી? કર્મની જ રહેમ નજર નથીને ? એટલે કર્મલાલિતને કર્મ અપમાનિતના ખુરદા કરવાની છૂટ એમ ને ! માની લીધેલા ૪-૧૦ સ્નેહી સ્વજનની શેહમાં રોજના અસંખ્ય અનંતના કચ્ચરધાણ કરતાં કોઈ શેહ-શરમ એ જીવોની કે એમની દયા પોકારના અરિહંતદેવની નહિનડવાની? દેશ પર આક્રમણ આવે, ત્યારે તરત જ જુવાનોએ સગાં-સ્નેહીઓને રોતા મૂકી યુદ્ધમાં ઝંપલાવ્યું. આજે શાસનપર આક્રમણના ટાણે અમારા કોક રડ્યા ખડ્યા મુમુક્ષુ સગાં-સ્નેહીની શેહમાં સડી રહ્યાં છે ! ધન્ય બુદ્ધિ ! હવે આશા કોની રાખવાની?
તા. ૨૭-૮-૬૬
૧૨. આપણાં આત્માના રોગો કેમ ટળે ?
વિશેષ આત્માના આરોગ્યની ચિંતા રાખવાની છે. અનંત અનંત કાળના રોગિષ્ઠ - મહા રોગિષ્ઠ આપણાં આત્માના રોગ કેમ ટળે? એનો નિરંતર વિચાર કરવા જેવો છે.
મહાનુભાવ! તારા ધ્યાનમાં હશે કે જડવૈભવ-સંપત્તિઓ આત્મરોગની વૃદ્ધિમાં મોટો ફાળો આપે છે. રોગવર્ધક છે અને આત્માના સત્પુરૂષાર્થની આડે મહાપ્રતિબંધક બની રહે છે. એના કારણ ક્રમશઃ નિમિત્તવશ રાગદ્વેષાદિના પોષણ અને આસક્તિમય પ્રવૃત્તિઓ છે.
ગુણમૂર્તિના ભક્ત! ગુણોપાર્જન અને ધર્મસાધનાનો પણ પુરૂષાર્થકાળ આ માનવજન્મનો જ કાળ છે. અન્યભવે એ શું બને ? આવા પુરૂષાર્થકાળને પ્રમાદ યા જડની ‘હું-મારૂં’ ના ભાવ વધારનારી
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org