________________
કેમ અપાય ? આપણા બાપને વિકૃતરૂપે રજૂ કરી પ્રસિદ્ધ કરે, એથી ખુશી થવાનું હોય કે નાખુશ ?
માટે ગુણવંતને સમજાવજે ને કહેજે ભગવાનની અને જૈનધર્મની સેવા કરવાને માટે તમે સારૂં ઘણું કરી શકો છો, તો એ જ કરો. જૈનધર્મનો ટકાવ અને પ્રચાર તો જૈનધર્મના ચુસ્ત આચારો પળાય તથા એના સિદ્ધાંતોની રક્ષા થાય એના ૫૨ છે. આજ સુધી એ જ રીતે જૈનધર્મ અણિશુદ્ધ ટકી આવ્યો છે. આચાર અને સિદ્ધાંતમાં ઘાલમેલ થવાથી કેટલાક ધર્મો ઉડી ગયા અને કેટલાક નામમાત્રથી જીવે છે.
એ જ સાંવત્સરિક ક્ષમાપના...
ઉસમાનપુરા - ૧૯૭૩.
૧૪. ધાર્મિક શિક્ષણ અભ્યાસક્રમ
મધ્ય પ્રદેશ માટેનો અભ્યાસક્રમ જોયો. એમાં –
૧) મોક્ષમાર્ગ : અર્થાત્ માર્ગદર્શન, દેશવિરતિ, સર્વવિરતિમાર્ગનું શિક્ષણ ઉમેરવું જરૂરી છે.
૨) પ્રથમ વર્ષમાં પંચ પરમેષ્ઠીની ઓળખ, ૨૪ જિનના નામ, અરિહંત-સિદ્ધ વચ્ચે તફાવત, નવકારમંત્રનો પ્રભાવ, ગુરૂવંદન સૂત્ર તથા જૈનધર્મ પામ્યાની વિશેષતા અને ગૌરવ આટલું ઉમે૨વું જોઈએ.
૩) રજા ૩જા વર્ષમાં આશ્રવ-સંવ૨-નિર્જરાના ભેદોનું શિક્ષણ ઉમેરાય.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org